કુલભૂષણ જાધવે રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો ઈનકાર કર્યો હોવાનો પાકિસ્તાનનો દાવો

0
5

પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં બંધ કુલભૂષણ જાધવે રિવ્યૂ પિટીશન દાખલ કરવા ઈન્કાર કર્યો..!!!

કુલભૂષણ જાધવે પોતાની ફાંસીની સજા સામે રિવ્યૂ પિટીશન કરવાનો ઈનકાર કરી દીધો હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે. પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા મુજબ જાધવે પોતાની પેન્ડિંગ દયા અરજી પર યથાવત રહેવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનના એડિશનલ એટર્ની જનરલના કહેવા મુજબ, 17 જૂન, 2020ના રોજ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને રિવ્યૂ પિટીશન દાખલ કરવા કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે ના પાજી હતી. પાકિસ્તાને આ અંગે ભારતના હાઇ કમિશનને પત્ર લખ્યો છે. પાકિસ્તાને કોન્સ્યૂલર એક્સેસ ઓફર કરી છે.

જણાવી દઇએ, જાધવને 2017માં પાકિસ્તાનની કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. જે બાદ આ મામલો ઈન્ટનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પહોંચ્યો હતો. જ્યાં જાધવની તરફેણમાં ફેંસલો આવ્યો હતો.

આઈસીજે એ પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા કરવા તથા તેને જલદીથી કોન્સ્યૂલર એક્સેસ આપવાનો આદેશ કર્યો હતો. ત્યારથી ભારત આદેશને લાગુ કરાવવાની કોશિશ કરી રહ્યું છે.

એડિશનલ એટર્ની જનરલે જણાવ્યું હતું કે 17 જૂન 2020ના રોજ કુલભૂષણ જાધવને પોતાની ફાંસીની સજા અંગે રિવ્યૂ પિટીશન દાખલ કરવાનું કહ્યું હતું, પરંતુ તેણે પોતાની કાયદાકીય અધિકારીનો ઉપયોગ કરીને આવું કરવાનો ઈનકાર કરી દીધો. તેને બીજા કાઉન્સલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ પણ અપાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here