આરોપ : પાકિસ્તાન ક્રિકેટર શાદાબ ખાન પર યુવતીએ બ્લેકમેઈલ કરવાનો આરોપ લગાવ્યો, કહ્યું-

0
10

સ્પોર્ટ્સ ડેસ્કઃ પાકિસ્તાની લેગ સ્પિનર શાદાબ ખાન પર દુબઈની રહેવાસી અશરીના સાફિયા નામની છોકરીએ શાદાબ ખાન પર બ્લેકમેઈલ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે શાદાબ રિલેશનશીપ અંગે ચુપ રહેવાની ધમકી આપી રહ્યા છે.તેમણે કહ્યું કે, જો મીડિયા સામે કોઈ નિવેદન આપશે તો શાદાબ તેમના વાંધાજનક ફોટો સોશયલ મીડિયા પર વાઈરલ કરી દેશે. અશરીના સાફિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી શાદાબ સાથે ફોટો પણ પોસ્ટ કર્યો છે. સાથે જ તેને વોટ્સએપ ચેટ પણ શેર કરી છે.

અશરીનાએ લખ્યું કે, ‘હું શાદાબ ખાનને 2019ને ઓળખું છે. મેં તેની પર ધ્યાન ન આપ્યું પરંતુ હવે આ રિલેશનશીપ મને અને મારા પરિવાર પર અસર કરી રહી છે. પહેલી વખત અમારી મુલાકાત વર્લ્ડકપ 2019માં થઈ હતી. તેમની સાથે રહેવા માટે મેં વિદેશ યાત્રા માટે અત્યાર સુધી 15 હજાર યુએસ ડોલરનો ખર્ચ કર્યો છે. હું તેમની સાથે CPL માટે ગયાના, બાંગ્લાદેશ અને દુબઈ ગઈ હતી. તે સંબંધોને હંમેશા છુપાવવા માંગતા હતા. એટલા માટે મેં આ બધું જાહેર કર્યું ન હતું. પાકિસ્તાની રિપોર્ટરે અમારી એક સ્ટોરી પબ્લિશ જાહેર કરી હતી. ત્યારબાદ શાદાબનો વ્યવહાર બદલાઈ ગયો હતો. તેમણે મને ઘણા ફોન નંબર્સ અને એકાઉન્ટ્સની મેસેજ કરીને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, જો હું રિલેશનશીપ અંગે કોઈ પણ મીડિયા સામે નિવેદન આપીશ તો તે મારા વાંધાજનક ફોટો સાર્વજનિક કરી દેશે’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here