Monday, October 25, 2021
Homeકોરોના અપડેટ વર્લ્ડ : 195 દેશોમાં 16,510 લોકોના મોત: મહામારીને ટક્કર આપવા...
Array

કોરોના અપડેટ વર્લ્ડ : 195 દેશોમાં 16,510 લોકોના મોત: મહામારીને ટક્કર આપવા પાકિસ્તાને સમગ્ર દેશમાં સેના તહેનાત કરી

ઈન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાના દરેક 195 દેશોમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે. તેના કારણે 16,510 લોકોના મોત થયા છે. 3,7,842 લોકોને ઈન્ફેક્શન થયું છે.જ્યારે 1 લાખ 2 હજાર દર્દીઓ સાજા પણ થયા છે.ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનમાં છ દિવસમાં એક નવો કેસ સામે આવ્યો છે.પાંચ દિવસ સુધી અહી નવો કોઈ કેસ સામે આવ્યો નથી. જોકે સોમવારે અહીં સાત લોકોના મોત થયા છે. જ્યારે ઈટાલીમાં સોમવારે 601 લોકોના મોત થયા છે. ઈટાલી યુરોપનું સૌથી પ્રભાવિત દેશ છે.

ચીનના વુહાનમાં અંદાજે 8 મહિનાથી ચાલતા લોકડાઉનને 8 એપ્રિલથી હટાવવામાં આવશે શિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, હુબેઈ રાજ્યના સ્થાનીક સ્વાસ્થ અધિકારીઓએ વુહાન સહિત સમગ્ર રાજ્યમાં આવાગમન પર પ્રતિબંધને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. 23 જાન્યુઆરીથી આખા શહેરને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. ચીનના પ્રશાસને આ નિર્ણય ઈન્ફેક્શન ફેલાવામાં જે ઘટાડો થયો છે તેને ધ્યાનમાં રાખીને લીધો છે. છ દિવસમાં અહીં માત્ર એક કેસ સામે આવ્યો છે. જોકે સોમવારે વુહાનમાં સાત લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધી 3277 લોકોના મોત થયા છે અને 81,171 લોકોને ઈન્ફેક્શન થયું છે.

મેક્સિકોમાં હાથ સાફ કરી રહેલી એક વ્યક્તિ, અહીં 367 કેસ સામે આવ્યા છે

ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાઈરસ: WHO

વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રિયિસોસે કહ્યું છે કે, કોરોના વાઈરસની મહામારી ઝડપથી વધી રહી છે. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક લાખ સુધી કેસ પહોંચવામાં પહેલાં 67 દિવસનો સમય લાગ્યો હતો પરતું બે લાખ નવા કેસ થવામાં 11 દિવસ અને 2થી 3 લાખ થવામાં માત્ર 4 દિવસનો સમય લાગ્યો છે.

પાકિસ્તાન સમગ્ર દેશમાં સેના તહેનાત કરશે

સીએનએનના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના સેના પ્રવક્તા મેજર જનરલ બાબાર ઈફ્તિખારે કહ્યું છે કે, કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં સેના તહેનાત કરવામાં આવશે. દરેક જગ્યાએ મેડિકલ રિસોર્સ પણ ઉપ્લબદ્ધ કરાવવામાં આવી રહ્યા છે. અમે અમારા જીવનમાં આવી મહામારી ક્યારેય નથી જોઈ. વાઈરસને ફેલાતો અટકાવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે ગેસ સ્ટેશન પણ સપ્તાહમાં અમુક દિવસો જ ખુલ્લા રહેશે. પાકિસ્તાનમાં 892 કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે.

ઈટાલીનું લોંબાર્ડી સૌથી વધારે પ્રભાવી 

ઈટાલીના નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એંજેલો બોરેલીએ જણાવ્યું છે કે, એક દિવસમાં ઈન્ફેક્શનના 3780 નવા કેસ નોંધાયા છે. ઈટાલીના લોંબાર્ડીમાં કોરોનાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળ્યો છે.ઈટાલી સંપૂર્ણ રીતે લોકડાઉન છે. દેશના અંદાજે 6 કરો લોકો તેમના ઘરમાં કેદ છે.

અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 557 લોકોના મોત

અમેરિકામાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 557 લોકોના મોત થયા છે અને 43847 કેસ પોઝિટિવ છે. ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 99 લોકોના મોત થયા છે. ત્યાર પછી કિંગ્સ કાઉંટીમાં 75 લોકોએ જીવ ગુમાવ્યો છે.

બ્રિટનમાં 335 લોકોના મોત

બ્રિટનમાં કોરોના વાઈરસથી મરનાર લોકોની સંખ્યા 335 થઈ ગઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 967 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6650 થઈ ગઈ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 83945 લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેમાં 77295 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ઈટલીનો એક રસ્તો

ચીનમાં 78 નવા કેસ સામે આવ્યા

ચીનમાં છેલ્લા 24 કલાકમાં 78 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 74 લોકો વિદેશથી આવેલા છે. દેશમાં ચાર કેસ જ નોંધાયા છે. ડિસેમ્બરના અંતમાં ચીનના હુબેઈની રાજધાની વુહાનથી કોરોના વાઈરસની શરૂઆત થઈ હતી અને હાલ તેણે આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું છે. ચીનમાં કોરોનાથી 3270 લોકોના મોત થયા છે અને 81093 કેસ નોંધાયા હતા.

મેલેનિયા ટ્રમ્પની પણ કોરોના તપાસ કરવામાં આવી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું છે કે, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની પણ કોરોના વાઈરસની તપાસ કરાવવામાં આવી છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને સેકન્ડ લેડી કેરેન  પેંસની પણ તપાસ કરવામાં આવી છે. તે દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમેરિકામાં ઈન્ફેક્શનના અત્યાર સુધી 43,734 કેસ નોંધાયા છે. 553 લોકોના મોત થયા છે. એક દિવસમાં 140 લોકોના મોત થયા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments