પાકિસ્તાનના ઝડપી બોલર વહાબ રિયાઝે બનાવ્યો રેકોર્ડ, ટી-૨૦ ક્રિકેટમાં લીધી ૩૦૦ વિકેટ

0
6

પાકિસ્તાનના ઝડપી બોલર વહાબ રિયાઝે ઈતિહાસ રહ્યો છે, વહાબ રિયાઝે ટી-૨૦ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ પૂરી કરી લીધી છે. પાકિસ્તાનની ઘરેલું ટુર્નામેન્ટ નેશનલ ટી-૨૦ માં રમતા વહાબ રિયાઝે ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ટી-૨૦ માં ૩૦૦ વિકેટ લેનાર વહાબ રિયાઝ પાકિસ્તાનના ત્રીજા બોલર બની ગયા છે. આ અગાઉ પાકિસ્તાનના બોલર શાહિદ આફ્રીદી અને સોહેલ તનવીરના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે.

વહાબ રિયાઝે ભલે આ રેકોર્ડ બનાવ્યો હોય, પરંતુ તે હજુ પણ ટી-૨૦ સીરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર ડ્વેન બ્રાવોથી પાછળ છે. ડ્વેન બ્રાવોએ ટી-૨૦ ક્રિકેટમાં ૫૦૬ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટી-૨૦ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનાર ડ્વેન બ્રાવો એકમાત્ર બોલર પણ છે. પાકિસ્તાનના આ ઝડપી બોલર ટી-૨૦ ક્રિકેટમાં ૩૦૦ અથવા તેનાથી વધુ વિકેટ લેનાર દુનિયાના ૯ માં બોલર બની ગયા છે.

વાસ્તવમાં, કોરોના વાયરસના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘરેલું ટી-૨૦ લીગ કરાવવાનો નિર્ણય કર્યો છે. ઘરેલું મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં ઘણા પાકિસ્તાની ક્રિકેટર રમી રહ્યા છે.

જ્યારે વહાબ રિયાઝની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો તે અત્યાર સુધી ૨૭ ટેસ્ટમાં ૮૩ વિકેટ, વનડેમાં ૧૧૫ વિકેટ અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૩૨ વિકેટ લઇ ચુક્યા છે. વહાબ રિયાઝે પાકિસ્તાન તરફથી અંતિમ મેચ ૨૦૧૮ માં રમી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here