કુલભૂષણ કેસ : ભારતે કહ્યું- પાકિસ્તાન જાધવને શરત વગર એક્સેસ આપે; ઈમરાન સરકારે કહ્યું હતું- કુલભૂષણ રિવ્યૂ પિટીશન દાખલ કરવા માંગતો નથી

0
4

નવી દિલ્હી. કુલભૂષણ જાધવના કેસમાં ભારતે પાકિસ્તાન પાસે કોઈ પણ પ્રકારની શરત વગરના એક્સેસની માંગણી કરી છે. ન્યુઝ એજન્સીએ ગુરુવારે આ દાવો કર્યો છે. આ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે જાધવે તેની ફાંસીની સજા વિરુદ્ધની રિવ્યુ અરજી દાખલ કરવાથી ઈન્કાર કર્યો છે. જવાબમાં ભારતે કહ્યું હતું કે જાધવ પર દબાણ કરીને આમ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.

તમામ ઘણા વિકલ્પો પર વિચાર કરીશુંઃ ભારત

ભારતે ગત સપ્તાહે કહ્યું હતું કે અમે કુલભૂષણ જાધવને સુરક્ષિત રીતે પરત લાવવાની તમામ કોશિશો કરીશું. અમે અમારા બધા વિકલ્પો પર વિચાર કરીશું. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે ડિપ્લોમેટિક ચેનલ દ્વારા કોશિશ કરી રહ્યાં છે કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ કોર્ટના આદેશને લાગુ કરે. જોકે તેનું મીડિયા જે ન્યુઝ આપી રહ્યું છે તેનાથી એ વાત જાહેર છે કે પાકિસ્તાન સરકાર આઈસીજેના નિર્ણયને લાગુ કરવામાં આનાકાની કરી રહ્યું છે.

2017માં આપવામાં આવી હતી ફાંસીની સજા

કુલભુષણની માર્ચ 2016માં પાકિસ્તાને ધરપકડ કરી હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે જાધવની બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભારતે આ દાવાને ફગાવતા કહ્યું હતું કે જાધવને ઈરાનમાંથી કિડનેપ કરવામાં આવ્યો છે. 2017માં પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા કરી હતી. તેની વિરુદ્ધ ભારતે 2017માં જ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અપીલ કરી હતી.

ઈન્ટરનેશન કોર્ટે જુલાઈ 2019માં પાકિસ્તાનને જાધવને ફાંસી ન આપવા અને તેની કરાયેલી સજા પર પુર્ન:વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં પાકિસ્તાને કોઈ નિર્ણય લીધો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here