પાકિસ્તાન : ઈમરાન ખાને ચીનથી આવેલી સિનોફાર્મનો ડોઝ લીધો, એક દિવસ બાદ કોરોના પોઝિટિવ આવ્યો

0
7

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાક.ના સ્વાસ્થ્યમંત્રી ફૈઝલ સુલતાને એક ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં છે.

બે દિવસ પહેલાં જ લીધી હતી વેક્સિન

વડાપ્રધાન ઈમરાન ખાને ચીનથી આવેલી કોરોનાવાયરસ માટેની વેક્સિન સિનોફાર્મનો પહેલો ડોઝ લીધો હતો. એક દિવસ બાદ જ તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોતે વેક્સિન લીધા બાદ ઈમરાન ખાને પાકિસ્તાનના નાગરિકોને પણ વેક્સિનેશન કરાવવા માટે કહ્યું હતું.

પાકિસ્તાનમાં કોરોનાની સ્થિતિ

પાકિસ્તાનમાં અત્યારસુધીમાં 6 લાખ 56 હજાર કેસ નોંધાયા છે અને 13 હજાર 799 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાનમાં હાલ 29 હજાર 576 એક્ટિવ કેસ છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 30,425,787 554,104 22,610,325
બ્રાઝિલ 11,877,009 290,525 10,383,460
ભારત 11,554,895 159,594 11,105,149
રશિયા 4,437,938 94,267 4,049,373
યુકે 4,285,684 126,026 3,621,493
ફ્રાન્સ 4,181,607 91,679 278,263
ઈટાલી 3,332,418 104,241 2,671,638
સ્પેન 3,212,332 72,910 2,945,446
તુર્કી 2,971,633 29,864 2,788,757
જર્મની 2,645,186 75,073 2,401,700

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here