પાકિસ્તાન: પૂર્વ PM નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની ધરપકડ

0
13

લાહોર, તા. 8 ઓગસ્ટ 2019, ગુરૂવાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી અને PMLની નેતા મરિયમ નવાઝની ગુરૂવારે લાહોર પોલીસે ધરપકડ કરી છે. મરિયમની ધરપકડ લાહોરના કોટ લખપત જેલની બહાર કરવામાં આવી જ્યારે તે પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મળવા જઇ રહી હતી. આ ધરપકડ ચૌધરી શુગર મિલ કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટીની સામે હાજર ન થવા હેઠળ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મરિયમ નવાઝ વિરૂદ્ધ 21 જુલાઇના રોજ NBએ ફરી તપાસ શરૂ કરી હતી.

પાકિસ્તાનના એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા અવેનફિલ્ડ ભ્રષ્ટાચારના મામલામાં ડુપ્લિકેટ ડીડનો ઉપયોગ કરવાના કેસમાં એમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ ઈસ્લામાબાદ જવાબદેહી કોર્ટ દ્વારા ઠુકરાવ્યા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી.

નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (એન.બી)એ મેસર્સ ચૌધરી શુગર મિલ્સ લિમિટેડના સ્વામિત્વને લઇને મરિયમ નવાઝ, તેમના પિતા, પાકિસ્તાન મુસ્લિમ લીગના અધ્યક્ષ શહબાઝ શરીફ, તેમના પિતરાઇ ભાઇ હમઝા શહબાઝ અને યૂસુફ અબ્બાઝ તથા અન્ય વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.

પાકિસ્તાનના એક ન્યુઝ પેપરના 20 જુલાઇના રિપોર્ટ મુજબ, એન.બીને પરિવાર દ્વારા લાખો રૂપિયાના ટેલિગ્રાફિક હસ્તાંતરણ અંગે જાણવા મળ્યું છે. જેના છેલ્લા લાભાર્થી મરિયમ નવાઝ અને ચૌધરી મિલના સ્વામી રહ્યા છે. સુત્રોના આધારે ન્યુઝ પેપરે જણાવ્યું હતું કે, બ્યૂરો મરિયમને બોલાવવાના બદલે એમને પ્રશ્નાવલી મોકલી શકે છે.

સુત્રોના અનુસાર આવક કરતાં વધારે રૂપિયા કે મની લોન્ડરિંગના કેસમાં શહબાઝ શરીફ અને એમના પુત્ર વિરૂદ્ધની તપાસ દરમ્યાન ચૌધરી શુગર મિલના માલિકોના વિરૂદ્ધ મની લોન્ડરિંગના પુરાવા મળ્યા છે.

બીજી બાજુ લાહોર સ્થિત એન.બીએ આ અગાઉ એક ડઝન કરતા વધારે વાણિજ્યિક બેંકોના શહબાઝ શરીફ અને એમના પરિવારના 150થી વધારે એકાઉન્ટ સીલ કરવા માટે પત્ર લખ્યો. શહબાઝ શરીફે શુક્રવારે પાર્ટીના સાંસદોની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી અને વિપક્ષની વિરૂદ્ધ ઈમરાન ખાન સકારના ફાંસીવાદી પગલાંઓ સામે લડવાનો સંકલ્પ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here