Thursday, August 5, 2021
No menu items!
Homeએલર્ટ : ભારતમાં પાકિસ્તાન આતંકી હુમલો કરી શકે છે: અમેરિકાની ચેતવણી
Array

એલર્ટ : ભારતમાં પાકિસ્તાન આતંકી હુમલો કરી શકે છે: અમેરિકાની ચેતવણી

વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકાએ ભારતમાં આતંકી હુમલાની ચેતવણી આપી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી અનેક મોટા દેશોને ભારતમાં આતંકી હુમલાનો ડર છે. જો પાકિસ્તાન આ આતંકી જૂથોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેશે તો ભારતના નિર્ણયથી ભડકેલા આતંકી જૂથો ભારતમાં ગમે ત્યારે હુમલો કરી શકે છે. અમેરિકાના નાયબ સંરક્ષણમંત્રી રેન્ડલ શાઈવરે કહ્યું કે પાકિસ્તાન આતંકી જૂથો પર કેટલી નજર રાખે છે તે એક ચિંતાનો વિષય છે. કાશ્મીર માં વિશેષ દરજ્જો જતો રહેવાથી નારાજ આતંકીઓ સરહદ પાર ગતિવિધિ કરી શકે છે. મને ચોક્કસ ખ્યાલ છે કે ચીન આ વાતનું સમર્થન કરશે. ચીન પાક.ને રાજદ્વારી નહીં રાજકીય ટેકો પણ આપી રહ્યું છે.

પાક.ના દોસ્ત ચીન સાથે ભારત સ્થિર સંબંધ ઇચ્છે છે

શાઈવરે કહ્યું- ચીન અને પાકિસ્તાન સારા મિત્રો છે. ચીન અને ભારતમાં સ્પર્ધા છે. હવે ભારત ચીન સાથે સ્થિર સંબંધ ઇચ્છે છે. વિદેશમંત્રી એસ. જયશંકરના અમેરિકી પ્રવાસમાં ઉલ્લેખ કરતા શાઈવરે કહ્યું કે અમેરિકા ભારત સાથે ચીન અંગેના સંબંધો વિશે વાત કરી છે.

NIAની ચાર્જશીટ : કાશ્મીરી ભાગલાવાદીઓને પાક. હાઈકમિશન તરફથી ફન્ડિંગ થાય છે

NIAએ આતંકીઓ અને ભાગલાવાદીઓને મળનારી આર્થિક મદદની કરેલી તપાસમાં જણાયું છે કે તેમાં પાક.ની સીધી ભૂમિકા છે. એનઆઈએએ દાવો કર્યો છે કે તેના પૂરતા પુરાવા છે અને આથી જ ત્રીજી ચાર્જશીટ દાખલ કરાઈ છે. હુરિયત નેતા સૈયદ-અલી શાહ ગિલાની, શબ્બીર શાહ, યાસિન મલિક, આશિયા અંદ્રાબી અને મસરત આલમને નવી દિલ્હી સ્થિત પાક. હાઈકમિશન પાસેથી નાણાં મળે છે.

સાઉદી પ્રિન્સે કહ્યું- કાશ્મીર અંગે લેવાયેલા પગલાની જરૂરિયાત સમજીએ છીએ

સાઉદી અરબે કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બુધવારે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી સાઉદી અરબે નિવેદન આપ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા લેવાઈ રહેલા પગલાંની જરૂરિયાત સમજીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments