કૂટનીતિ : પાકિસ્તાને UNHRCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો : ભારતનો જવાબ- કોઈને બિનજરૂરી સલાહ આપતા પહેલા પોતાની અંદર ડોકિયું કરો

0
0

જીનીવા. ભારતે પાકિસ્તાન તરફથી સંયુક્ત માનવાધિકાર પરિષદ(UNHRC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે પાકિસ્તાને જીનીવામાં ચાલી રહેલા UNHRCના 43માં સત્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતના સ્થાઈ પ્રતિનિધિ સેંથિલ કુમારે તેનો જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાનને કોઈની પર પણ આરોપ લગાવતા પહેલા પોતાની અંદર એક ડોકિયું કરી લેવું જોઈએ. પાકિસ્તાને કોઈને પણ બિનજરૂરી સલાહ આપતા પહેલા પોતાના દેશમાં થઈ રહેલા માનવાધિકારના ઉલ્લંઘન પર ધ્યાન આપવું જોઈએ.

ભારતે UNHRCમાં કહ્યું કે, પાકિસ્તાન માનવાધિકારના આ વૈશ્વિક ફોરમ અને તેની પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાન દક્ષિણ એશિયાનો એક માત્ર એવો દેશ છે, જ્યાં સરકાર નરસંહાર કરાવે છે. અન્ય દેશ પર આરોપ લગાવવો તેની દખલગીરી છે.

બલૂચિસ્તાનમાં લોકો પર હિંસા થઈ રહી છેઃ સેંથિલ કુમાર 

ભારતે કહ્યું કે, બલૂચિસ્તાનમાં મોટા પાયે લોકો સાથે હિંસા થઈ રહી છે. આ હિંસા સરકાર તરફથી જ કરાવાઈ રહી છે. લોકોને એક સાથે જગ્યા છોડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે. મિલેટ્રી કેમ્પ્સ અને ડિટેન્શન સેન્ટર કામ કરી રહ્યા છે. કોર્ટમાં રહેલા કેસ સાથે જોડાયેલા લોકોની હત્યા થઈ રહી છે. આ બધુ થઈ રહ્યું હોવા છતા ભારત પર આરોપ લગાવવો ચિંતાની વાત છે.

‘કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની બહાર કોઈ અસર નથી’

સેંથિલ કુમારે જણાવ્યું કે, ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની બહાર કોઈ અસર થઈ નથી. લોકોએ કાશ્મીરમાં શાંતિ વ્યવસ્થા બગડાવા માટે પાકિસ્તાનના પ્રયાસો વિરુદ્ધ રેલીઓ કરી હતી. પાકિસ્તાનમાં માનવાધિકારના ઉલ્લંઘનનો ટ્રેક રેકોર્ડ યથાવત છે આ વાત દુર્ભાગ્યપૂર્ણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here