પાકિસ્તાન : યુવતિએ મહેર હક્કના નિયમ અંતર્ગત પતિ પાસેથી એક લાખ રૂપિયાના પુસ્તક માગ્યાં

0
10

પાકિસ્તાનમાં એક લગ્ન સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સામન્ય રીતે મુસ્લિમ યુવતિ લગ્ન સમયે પોતાના ભાવિ પતિ પાસેથી મહેરમાં સોના-ચાંદીના ઘરેણા કે રોકડા પૈસાની માગણી કરતી હોય છે. પરંતુ એક યુવતિએ ભાવિ પતિ પાસે એવી શર્ત રાખી જેને સાંભળી સૌ કોઇ દંગ રહી ગયા છે.

પહેલા તો એ જાણી લઇએ કે આ મહેર છે શું?

‘મહેર’ સ્ત્રીની માલિકીનું હક ગણાય છે, નિકાહમાં અપાતી આ મહેર સ્ત્રી પોતાના ઉપયોગમાં લઇ શકે તેમજ આ રકમ સાસરીયાઓ પણ ઉપયોગ કરી શકતા નથી.

પાકિસ્તાની યુવતિએ મહેર હક્કના નિયમ અંતર્ગત પોતાના પતિ પાસેથી એક લાખ રૂપિયાના પુસ્તક માગ્યાં છે. આ યુવતિનું નામ છે નાયલા શુમાલ સાફી જે ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના મરદાનની રહેવાસી છે. નાયલા પોતે લેખિકા છે અને તેના નિકાસ એક લેખક ડૉક્ટર સજ્જાદ જોનદૂ સાથે થયા છે. તેણે લગ્ન સમયે સોના, ચાંદિ કે ભેટ ના માગી પુસ્તક માગ્યા છે. તેણે લગ્નનો લાલ જોડાની વચ્ચે એક વિડિયો સંદેશ બનાવ્યો છે અને તેમાં તે કહે છે કે તેણે કેમ પુસ્તક માગ્યા છે. વિડિયોમાં તે પાકિસ્તાનમાં ચાલી આવી રહેલી કુપ્રથાને પુરી કરવા સ્પષ્ટ સંદેશ આપે છે.

સજ્જાદ જોનદૂને પશ્તોમાં પોતાની પીએચ.ડી. પૂરી કરી છે અને નાયલા શુમાલ હાલ પીએચ.ડી. કરી રહ્યાં છે. બીબીસી સાથેની વાતચીતમાં ડૉક્ટર સજ્જાદ જોનદૂને કહ્યું કે જ્યારે તેમણે પોતાનાં મંગેતરના હક મહેર વિશે સાંભળ્યું તો ખુશી થઈ કે આનાથી હક મહેરમાં ખૂબ મોટી રકમ માગવાની પ્રથા ખતમ થઈ જશે. સજ્જાદ જોનદૂન મુજબ, ખૈબર પખ્તૂનખ્વામાં છોકરીવાળાઓ છોકરાવાળા પાસે મહેર તરીકે 10થી 20 લાખ રૂપિયાની માગણી કરતાં હોય છે અને દહેજમાં પણ અનેક માગણી કરતા હોય છે.

આ યુગલ એવું માને છે કે કોઈએ તો આ પરંપરાને ખતમ કરવાની શરૂઆત કરવી પડશે એટલે જ આ શરૂઆત એમણે કરી.

શું છે નિકાહ સમયે અપાતી ‘મહેર’

મુસ્લિમ કાયદા મુજબ મહેર એ એક પ્રકારની મિલકત છે, જે લગ્ન સમયે પતિ તરફથી પત્નીને અપાતી રકમ કે મિલકત. પત્ની પ્રત્યેના આદરને લઇને મહેર આપવાની જવાબદારી કાયદાએ પતી ઉપર નાખી છે. મહેર પત્નીની જ માલિકીની હોય છે, તેના મા-બાપ કે પતીની મિલકત નથી. પતિ સગીર હોય તો મહેરની જવાબદારી પતિના માતા-પિતાની રહે છે.

કોણ નક્કી કરે છે લગ્નમાં અપાતી મહેર?

બંને પક્ષકારોની સ્વતંત્રતાથી મહેર નક્કી કરાય છે, મહેર નક્કી કરતી વખતે સામાન્ય રીતે બંને પક્ષના સંજોગો અને તેમની સામાજીક સ્થિતિ, કુળ, વંશ કે પ્રતિષ્ઠા, પત્નીની શૈક્ષણિક લાયકાત અને તેની સિદ્ધિઓ, પતીની આર્થિક સ્થિતિ, પક્ષકારોનો આત્મસંતોષ, આચાર અને રીવાજ. પતી તરફથી પત્નીને છુટા છેડા ન અપાય તે માટે પતીને નિયંત્રણમાં રાખે તેવા હાથવગા સાધન તરીકે મહેરનો ઉપયોગ પણ કરી શકાય તેવું મુસ્લિમ કાયદામાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here