અનુચ્છેદ 370 : પાકિસ્તાન આજે LOC પર રેલી કાઢશે, ભારતીય સેનાએ કહ્યું- નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન થયું તો બરાબરનો જવાબ મળશે

0
21

નવી દિલ્હીઃ અનુચ્છેદ 370 મુદ્દે દુનિયાભરમાં પાકિસ્તાનની બાજી બગડતા હવે તે ખતરનાક દાવપેચ રમવા જઈ રહ્યું છે. પાકિસ્તાની સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જનતાને ઉશ્કેરીને શુક્રવારે LOC માટે રેલી કાઢવા જઈ રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની એજન્સીઓને ચેતવણી આપી છે કે માર્ચમાં LOCનું ઉલ્લંઘન થવું ન જોઈએ. નિયંત્રણ રેખા પર કોઈ પણ હલચલનો તાત્કાલિક જવાબ આપવામાં આવશે.

સૈન્ય સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાની સેના પીઓકેની જનતાને મુશ્કેલીમાં ધકેલી રહી છે, જેથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ કરવા માટે માનવ સંકટ ઊભું કરી શકાય. પાકિસ્તાનની આ હરકતનો હેતું જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલલાવાનું છે. સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની નિષ્ફળતાને છુપાવવાનો છે.

પાકિસ્તાનમાં જ ઈમરાનનો વિરોધ
પાકિસ્તાનના દક્ષિણપંથી ધાર્મિક સંગઠન જમીયત ઉલેમા એ ઈસ્લામે ઈમરાન ખાનની સરકારને હટાવવા માટે 27 ઓક્ટોબરે આઝાદી માર્ચની જાહેરાત કરી છે. આ સંગઠનનો આરોપ છે કે, સરકારે દેશને આર્થિક સંકટમાં ધકેલી દીધું છે. તેને હટાવવા માટે જ માર્ચ કરાવામાં આવશે.

પાકિસ્તાન 15 દિવસથી રહેણાક વિસ્તારોમાં ગોળીબાર કરી રહ્યું છે
જમ્મુ કાશ્મીરમાં એલઓસીની આસપાસ આવેલા રહેણાક વિસ્તારોમાં પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યો છે. કઠુઆના હીરાનગર સેક્ટરમાં બુધવાર રાતે પાકિસ્તાની ફાયરિંગના કારણે પશુઓના વાડામાં આગ લાગી ગઈ હતી. પાકિસ્તાની સેના 15 દિવસથી ફાયરિંગ કરી રહી છે. ઘણી વખત તો ગોળીઓ લોકોના માથા પરથી નીકળી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here