રક્ષા : પાકિસ્તાનને તુર્કીથી ચાર યુદ્ધજહાજ મળશે, રાષ્ટ્રપતિ અર્દોઆને નિર્માણકાર્ય શરુ કરાવ્યું

0
11

અંકારા: તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ અર્દોઆને જાહેરાત કરી છે કે તેમનો દેશ પાકિસ્તાન માટે ચાર યુદ્ધજહાજનું નિર્માણ કરી રહ્યો છે. સ્થાનિક ન્યૂઝ એજન્સી પ્રમાણે રાષ્ટ્રપતિએ આ જાહેરાત તેમના નેવી માટેના જહાજ ટીસીજી કિનાલિયાડાના ઉદ્ઘાટન સમયે કરી હતી. અર્દોઆને પાકિસ્તાન માટે નેશનલ વોરશિપ પ્રોગ્રામની સત્તાવાર શરુઆત કરી. ચારેય જહાજ વિશેષ રૂપે પાકિસ્તાન માટે તૈયાર કરવામાં આવશે.

અર્દોઆને કહ્યું- તુર્કી એ દસ દેશોમાંથી છે જે તેની ક્ષમતા અનુસાર યુદ્દજહાજોનું નિર્માણ, ડિઝઆઇન અને મેન્ટેનેન્સ કરવામાં પૂરી રીતે સક્ષમ છે. અમને આશા છે કે આ જહાજોનું નિર્માણ થયા બાદ પાકિસ્તાનને તેનાથી ફાયદો થશે. આ સમયે પાકિસ્તાનના નેવી કમાન્ડર એડમિરલ ઝફર મહેમૂદ અબ્બાસી પણ ઉપસ્થિત હતા.

તુર્કી સાથે જુલાઇ 2018માં કરાર થયો હતો
પાકિસ્તાનની નેવીએ જુલાઇ 2018માં તુર્કી પાસેથી મિલગેમ શ્રેણીના ચાર યુદ્ધજહાજ ખરીદવા માટે ડીલ સાઇન કરી હતી. આ જહાજની એક ખાસિયત એ છે કે તે રડારની પકડમાં આવ્યા વિના સફર કરી શકે છે. તેની લંબાઇ 99 મીટર અને સામાન લઇ જવાની ક્ષમતા 2400 ટન રહેશે. આ જહાજ 29 નોટિકલ માઇલ(લગભગ 54 કિમી પ્રતિ કલાક)ની સ્પીડ પર સફર કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here