પોતાના જ પેંતરામાં ફસાયું પાકિસ્તાન, ભારત સાથે વેપાર બંધ કરવો પડ્યો મોંઘો

0
39

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનાં કારણે હડબડાયેલા પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર ખત્મ કરી દીધો છે. પાકિસ્તાન સરકારનાં આ નિર્ણયની અસર ત્યાંનાં વેપારીઓ પર પડી છે. ભારતની સાથે દ્વિપક્ષીય વેપારને રદ્દ કરવાથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકનાં ઘણા ટ્રક ભારતમાં પ્રવેશ ના મળવાનાં કારણે ફસાયા છે. આ ટ્રક લાહોર, કરાચી અને રાવલપિંડીનાં છે.

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવી દીધી છે. આ નિર્ણયનાં વિરોધમાં પાકિસ્તાને ભારતની સાથે દ્વિપક્ષીય વેપાર રદ્દ કરવાનો નિર્ણય કર્યો. આ પહેલા પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી હતી, જેનું પરિણામ પાકિસ્તાનનાં વેપારીઓએ ચુકવવું પડ્યું હતુ. ત્યારે પાકિસ્તાનનાં સેંકડો ટ્રક સામાનોની સાથે અટારી-વાઘા બૉર્ડર પર ઘણા દિવસો સુધી ઉભા રહ્યા હતા. આ તમામ ટ્રકોએ ભારતમાં આવવાનું હતુ. કસ્ટમ ડ્યૂટીમાં અચાનક ભારતીય આયાતકારોએ તેમના શિપમેન્ટને સ્વીકારવાની ના કહી દીધી.

પાકિસ્તાને પોતાના પગ પર મારી કુહાડી

ભારતથી દ્વિપક્ષીય વેપાર બંધ કરીને પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડી મારી છે. ભારતથી આયાત કરવામાં આવનારા સામાન પર સંપૂર્ણ રોક લગાવી દીધા બાદ પાકિસ્તાનનાં બજારોમાં રોજિંદી જિંદગીમાં વપરાતા સામાનનાં ભાવોમાં વધારો થયો છે. શાકભાજીનાં ભાવોમાં વધારો થયો છે. ટમાટાની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે. તો દૂધની કિંમત 100 રૂપિયા લીટર પર પહોંચી ચુકી છે. દ્વિપક્ષીય વેપારમાં 80 ટકા માલ ભારતથી પાકિસ્તાન જાય છે, તો પાકિસ્તાનથી ફક્ત 20 ટકા જ માલ ભારત આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here