ઈમરાને તાઈવાન સાથે કારોબારી સંબંધો વધાર્યા : ચીનને સૌથી સારો દોસ્ત ગણાવનાર પાકિસ્તાન તાઈવાનની સાથે સિક્રેટ ડીલ કરી રહ્યું છે, એક ટ્વિટથી થયો ખુલાસો

0
5

ચીનને પોતાનું દોસ્ત ગણાવનાર પાકિસ્તાન તેના દુશ્મન તાઈવાન સાથે સિક્રેટ ટ્રેડ ડીલ કરી રહ્યું છે. આ અંગેની માહિતી કાહિરામાં ઉપસ્થિત પાકિસ્તાન એમ્બેસીના અધિકારીએ આપી છે. પાકિસ્તાનનું આ પગલું ચીનને નારાજ કરી શકે છે. ચીન અને તાઈવાનની વચ્ચે હમેશા તણાવપૂર્ણ સંબંધ રહ્યાં છે.

દક્ષિણ ચીન સમુદ્રમાં તાઈવાન અને ચીનની સેનાએ ગત મહિને મિલિટ્રી ડ્રિલ કરી હતી. અમેરિકા પણ એ વાત કહી ચૂક્યું છે કે જો તાઈવાન પર કોઈ હુમલો થાય છે તો તે તાઈવાનનો સાથ આપશે.

તાઈવાન સાથે સંબંધો સુધારવાની કોશિશમાં પાકિસ્તાન
કાહિરામાં પાકિસ્તાનની એમ્બેસી છે. અહીં ઈન્વેસ્ટ એટેચી તરીકે સિદ્ર હક તૈનાત છે. બુધવારે તાઈવાન ટ્રેડ સેન્ટરમાં ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પર એક પ્રોગ્રામ હતો. તેમાં સિદ્ર હક પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં તાઈવાનના ટ્રેડ ડાયરેક્ટર માઈકલ યેહ પણ ઉપસ્થિત હતા. સિદ્ર અને માઈકલની વચ્ચે વાતચીત થઈ. તેમાં પાકિસ્તાન અને તાઈવાનના કારોબારી સંબંધો મજબૂત બનવા પર ફોકસ રહ્યો.

ફોટો પણ પ્રકાશમાં આવ્યો
તાઈવાનના ટ્રેડ ડાયરેક્ટર સાથેની મુલાકાતનો ફોટો હકે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. જોકે થોડી વાર પછી તેમણે આ ફોટાને ડિલીટ પણ કરી દીધો. જોકે ત્યાં સુધી તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યા હતા. ટ્વિટમાં હકે કહ્યું હતું કે મેં તાઈવાનના સીનિયર કમર્શિયલ ટ્રેડ ઓફિસર માઈકલ યેહ સાથે મુલાકાત કરી. ટ્રેડ સેકટરના બીજા લોકો સાથેની મુલાકાત હમેશાં એક સારો અનુભવ કરાવે છે.

ચીન તાઈવાનને હમેશા પોતાનો હિસ્સો ગણાવે છે. જોકે તાઈવાન એક સ્વતંત્ર દેશ છે અને અહીં લોકશાહી છે. ચીન તાઈવાનને માન્યતા આપતું નથી, જ્યારે એક દેશ તરીકે તાઈવાનના વિશ્વમાં કારોબારી સંબંધો છે. ચીન ક્યારેય તાઈવાનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)નો હિસ્સો બનવા દેશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here