Monday, September 26, 2022
Homeપાકિસ્તાન ફેબ્રુઆરી, 2021 સુધી ગ્રે લિસ્ટમાં રહેશે
Array

પાકિસ્તાન ફેબ્રુઆરી, 2021 સુધી ગ્રે લિસ્ટમાં રહેશે

- Advertisement -

પેરિસમાં યોજાયેલી ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની ઓનલાઈન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવા પર ફરી સંમતિ સધાઈ હતી. શુક્રવારે સાંજે એફએટીએફ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાની સરકાર આતંકવાદ વિરુદ્ધ 27 સૂત્રીય એજન્ડાને પૂરો કરવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાંત તેને પ્રતિબંધિત આતંકવાદી વિરુદ્ધ નક્કર કામગીરી પણ દર્શાવી નથી.

એફએટીએફની પ્રારંભિક બેઠકમાં પાકિસ્તાનને બચાવવા માટે તુર્કીએ ઘણા પ્રયાસ કર્યા હતા. ચીન દ્વારા પણ આ માટે પ્રયાસ કરાયા હતા પરંતુ એ બેનેની દાળ ગળી નહોતી. પાકિસ્તાને છેવટે સાઉદી અરબ અને મલેશિયાની પણ મદદ માંગી હતી. પાકિસ્તાન ફેબ્રુઆરી 2021 સુધી ગ્રે લિસ્ટમાં રહેશે.

શું અસર થશે?

આ નિર્ણયને કારણે પાકિસ્તાનની આર્થિક હાલત વધુ બગડશે. આઈએમએફ, વિશ્વ બેન્ક અને ઇયુ તરફથી આર્થિક મદદ મળવી પણ મુશ્કેલ બનશે. પહેલેથી જ કંગાળ હાલતમાં જીવી રહેલા પાકિસ્તાનને અન્ય દેશો પણ આર્થિક મદદ કરવાનું બંધ કરે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular