ઈમરાનના બકવાસથી પાકિસ્તાની લશ્કર નારાજ

0
9

ઈસ્લામાબાદ, તા. 19 ઓગસ્ટ 2019 સોમવાર

પાકિસ્તાની લશ્કર અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે મતભેદો સતત વધી રહ્યા હોવાની જાણકારી મળી હતી. પાકિસ્તાની લશ્કર ભારતમાં યેન કેન પ્રકારેણ આંતકવાદીઓને ઘુસાડવા મથે છે ત્યારે ઇમરાન ખાને કરેલા એવા નિવેદનથી લશ્કરી અધિકારીઓ નારાજ હતા કે પાકિસ્તાની સરકાર આતંકવાદ સામે પગલાં લઇ રહી હતી.

અમેરિકાની મુલાકાત દરમિયાન પણ ઇમરાન ખાને બફાટ કર્યો હતો કે પાકિસ્તાનમાં 40 આતંકવાદી જૂથો સક્રિય છે. અમે પોતે પણ આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. છેલ્લા થોડા સમયથી ઇમરાન ખાન જે પ્રકારના વિધાનો કરી રહ્યો છે એનાથી દેખીતી રીતેજ પાકિસ્તાની લશ્કર નારાજ છે. એને ખ્યાલ આવી ગયો છે કે પોલિટિશ્યન તરીકે ઇમરાન નકામો છે. હાલની પરિસ્થિતિમાં ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે યોગ્ય નથી એવું લશ્કર માનતું થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here