પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ, નલીયા એરબેઝની જાસૂસી કરનાર અબડાસાના શખ્સો ઝડપાયા

0
30

કચ્છ : પાકિસ્તાનના (Pakistan) ઇશારે સેનાના (Army) ઠેકાણાની (Basin) માહિતી આપવાના આરોપમાં કચ્છ (Kutch) પશ્ચિમ પોલીસે (Police) ચાર શખ્સોની ધરપકડ કરી છે. કચ્છમાં આવેલા નલિયાના એરબેઝની (Naliya Airbase) જાણકારી અને તેના ફોટોગ્રાફ્સ (Photographs) પાકિસ્તાનને (Pakistan) સપ્લાય કરવાના આરોપમાં આ ચાર શખ્સો ઝડપાયા છે. પોલીસે ઝડપેલા ચારેય શખ્સો કચ્છના અબડાસા તાલુકાના રહેવાસી છે. જેમાંથી એક સગીર છે.

કચ્છ પશ્ચિમ પોલીસે આ મામલે અબડાસા તાલુકાના મંજલના રહેવાસી રફીક મામદ આજમ ઉં.વ 23 રહે રેલડિયા, અબ્બાસ દાઉદ પઢીયાર ઉ.વ. 18 રહેવાસી નુંધાતળ અબડાસા અનને અરબાઝ ઇસ્માઇલ સુમરા ઉ.વ. 20 રહે બુકેરા ફળીયું નલીયાની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક સગીર આરોપી પણ ઝડપાયો છે. (અરબાઝ સુમરા)

પ્રાપ્ત માહિતી મુજબ આ ચારેય શખ્સો વિરુદ્ધ નલીયા એરફોર્સના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક સંદીગ્ધો નલીયા એરફોર્સ બેઝની શંકાસ્પદ ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ ફરિયાદના આધારે કચ્છ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા ચારે આરોપીઓ વિરુદ્ધ પોલીસે આઈ.પી.સી.ની કલમ 123, 120 બી, તથા ઑફિશિયલ સિક્રેટ એક્ટ 1923ની કલમ 3 અને 9 મુજબ ફરિયાદ દાખલ કરી છે. આ ચારેય યુવાનોએ ગદ્દારી કરી હોવાનો આરોપ છે. કચ્છ પશ્ચિમ પોલીસને પૂછપરછ દરમિયાન મળેલી માહિતી મુજબ આ આરોપીઓ નલીયા એરફોર્સની તસવીરો અને માહિતી પહોંચાડતા હતા.

પોલીસને અત્યારસુધી પ્રાપ્ત માહિતી મુજબ આ ચારેય શખ્સો એક સુનિયોજિત ચેઇન દ્વારા પાકિસ્તાની જાસૂસી સંસ્થાને માહિતી પહોંચાડી રહ્યા હતા અને તેના બદલામાં હવાલાના મારફતે પૈસા મેળવી રહ્યા હતા. ચારેય શખ્સો યુવાન છે અને તેમાંથી એક લબરમૂંછિયો છે. (આરોપી સગીર હોવાથી તેની ઓળખ છૂપાવી છે)

કચ્છ એક સરહદીય જિલ્લો છે ત્યાંથી આ પ્રકારની માહિતી પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આપવી ગુનો બને છે. તેમની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. સાંજ સુધીમાં તેમની ધરપકડ દર્શાવી અને તેમની વધુ માહિતી મળે તેવી સંભાવના છે.