પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે કોહલી પર કરી કૉમેન્ટ, બોલ્યો- તું નસીબદાર છે નહીં તો….

0
15

ઇસ્લામાબાદઃ પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે, વર્લ્ડકપ વખતે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર નિવેદનો આપ્યા હતા. હવે આ લિસ્ટમાં વિરાટ કોહલીનુ નામ પણ ઉમેરાયુ છે. અબ્દુલ રઝાકે કોહલીને કહ્યું કે વિરાટ એક નસીબદાર ખેલાડી છે, તેનામાં ઘણુબધુ ટેલેન્ટ છે.

પાકિસ્તાની પેશન ડૉટ નેટમાં અબ્દુલ રઝાકના હવાલાથી લખાયુ છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક ભાગ્યશાળી-નસીબદાર ખેલાડી છે, તેને ભારતીય ક્રિકેટ બોર્ડનો પુરેપુરો સાથ મળી રહ્યો છે, નહીં તે તેની સમકક્ષા અને તેના કરતાં વધુ સારા ખેલાડીઓ પાકિસ્તાનમાંથી નીકળી શકે છે. પણ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનુ અમારા ખેલાડીઓને સમર્થન નથી મળી રહ્યું. અબ્દુલ રઝાકે કહ્યું કે કોહલીને બોર્ડ તરફથી મોટુ સન્માન મળે છે, જેના કારણે તે સારુ કરવા પ્રેરિત થાય છે. તે આ બાબતે નસીબદાર છે. અમારી પાસે પણ પાકિસ્તાનમાં સારા ખેલાડીઓ છે, પણ બોર્ડનુ સમર્થન નથી મળતુ અને તે કંઇપણ સારુ નથી કરી શકતા.

અબ્દુલ રઝાકે વિરાટ નસીબદાર છે નહીં તો અમારા પાકિસ્તાનમાંથી પણ તેના કરતા સારા ખેલાડીઓ બહાર આવી શકે છે. અમારી સિસ્ટમને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here