પાકિસ્તાનના પોલીસ અધિકારીએ 400 લોકોનુ બોગસ એન્કાઉન્ટર કર્યુ

0
17

ઇસ્લામાબાદ, તા.11 ડિસેમ્બર 2019, બુધવાર

પાકિસ્તાનના સિધં પ્રાંતના એક નિવૃત્ત પોલીસ અધિકારીએ પોતાની કેરિયરમાં 400 બોગસ એન્કાઉન્ટર કર્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એ પછી અમેરિકાએ આ અધિકારીને બ્લેક લિસ્ટ કરી દીધા છે.

મળતી વિગતો પ્મરાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયેલા રાવ અનવર અહેમદ ખાનને માનવધિકારના ગંભીર ઉલ્લંઘનના દોષી માનવામાં આવ્યા છે.

અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન અનવરે સતત બોગસ એ્કાઉન્ટર કર્યા હતા. ઉપરાંત ડ્રગ્સની હેરફેર પણ કરી હતી અને ખંડણી પણ ઉઘરાવી હતી.

 

રિપોર્ટમાં કહેવાયુ છે કે, અનવરે 190 એન્કાઉન્ટર કર્યા હતા.જેમાં 400 લોકો મોતને ભેટ્યા હતા. આ પૈકીના મોટાભાગના બોગસ છે. અનવરે અપરાધીઓનુ એક નેટવર્ક ઉભુ કર્યુ હતુ.જે તેના વતી કામ કરતુ હતુ.

અમેરિકાએ અનવર સહિત 6 દેશોના 18 વ્યક્તિઓ પર પ્રતિબંધ મુક્યો છે. અમેરિકાના નાણા મંત્રાલયના અધિકારીએ કહ્યુ હતુ કે, અનવરે ગંભીર ગુનામાં સામેલ હોય તેવા અપરાધીઓને સંરક્ષણ પણ આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here