ગોઘરાથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, NIA કર્યો ચોંકાવનારો ખુલાસો

0
8

NIAએ વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમા ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. ગુજરાતના ગોધરામાંથી ઇમરાન જીતેલી નામનો એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. ઇમરાનએ ISIના મોડ્યુલથી જાસૂસીને અંજામ આપ્યો હોવાનો આરોપ છે. ઇમરાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે કામ કરી રહ્યો હતો. અને કેટલીક સંવેદનશીલ અને સેનાની માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો.

ઇમરાને ભારતીય નૌસેનાની જાસૂસી કરી હોવાનો આરોપ છે. NIA ગોધરામાં ઇમરાનને લઈને તપાસ શરૂ કરી છે. ઈમરાન અને નૌસેના અધિકારીના આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા છે.

અધિકારીઓનું કહેવુ છે કે, વિશાખાપટ્ટનમ નૌ સેના જાસૂસીના મામલામાં ભારતીય નૌ સેનાના કેટલાક કર્માચારીઓના ખાતામાં રૂપિયા જમા કરવાના આરોપમા સંવેદનશીલ અને વર્ગીકૃત ડેટામાં બદલામાં આપયા છે. જે પાકિસ્તાનના ઉપયોગમાં આવી શક છ. ગોધરાના નિવાસી ઈમરાનની સોમવારે બિનકાયદાકીય ગતિવિધિ એક્ટ (UAPAA), 2019 અને અધિકારિક ગુપ્તતા અધિનિયમ, 1923 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.

NIAના જણાવ્યાં પ્રમાણે, આ મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટ સાથે સંબંધિત છે જેમાં પાકિસ્તાન સ્થિત જાસૂસોને ભારતમાં એજન્ટોની ભરતી કરી છે. જેનું કામ ભારતીય નૌસેનાના જહાજો અને પનડુબ્બીઓની આવનજાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોના લોકેશન અંગે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું છે. આ ભેગી કરાયેલી તમામ જાણકારીને પાકિસ્તાન મોકલવામાં આવે છે. એજન્સીએ જણાવ્યું કે, આ મામલામાં આગળની તપાસ ચાલુ છે.

ઈમરાનની શંકાસ્પદ ગતિવિધિ બાદ તેની ગોધરામાંથી તેની ધરપકડ કરવામાં આવી છે, હાલ તેની એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈમરાન નામનો શખ્સ પાકિસ્તાનમાં કોના સંપક્રમાં હતો અને તેણે કેટલી માહિતી પાકિસ્તાન મોકલી તે દીશામાં NIA દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here