કુલભૂષણ મુદ્દે પાકિસ્તાનની પલટી : જાધવને મળેલી સજા-એ-મોતની સમીક્ષા થશે, એસેમ્બલીની સ્થાયી સમિતિએ બિલને મંજૂરી આપી

0
5

પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ કાયદા અને ન્યાય સંબંધી સ્થાયી સમિતિએ કુલભૂષણ જાધવની સજાની સમીક્ષા માટે એક ખરડા મંજૂરી આપી દીધી છે. આ ખરડો આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્દેશોનું અનુપાલન કરે છે. જાધવને પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે મોતની સજા સંભળાવી છે. મીડિયામાં ગુરૂવારે છપાયેલા એક સમાચાર મુજબ, આ ખરડાનું નામ ‘ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અધ્યાદેશ’ છે. આ ખરડાને લઈને થઈ રહેલા વિપક્ષના કડક વિરોધ છતાં પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની કાયદા અને ન્યાય સંબંધી સ્થાયી સમિતિએ ચર્ચા કરી તેને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનના ન્યાય તેમજ કાયદા મંત્રી ફરોગ નસીમે કહ્યું કે, “આ ખરડો ઈન્ટરનેશનલ કોર્ટના નિર્દેશોનું અનુપાલન અંતર્ગત લાવવામાં આવ્યો છે.” તેઓએ ચેતવણી આપી કે જો ખરડાને સંસદ મંજૂરી ન આપત તો પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાનું અનુપાલન નહીં કરવાને લઈને પ્રતિબંધોનો સામનો કરવો પડત.

આ પાર્ટીઓએ કર્યો ખરડાનો વિરોધ

  • પાકિસ્તાની અખબાર ડોનમાં છપાયેલા રિપોર્ટ મુજબ સ્થાયી સમિતિમાં વિપક્ષી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (જેયૂઆઈ-એફ)ના સભ્યોએ અધ્યક્ષ રિયાઝ ફત્યાનાને અનુરોધ કર્યો કે તેઓ આ ખરડાને ફગાવી આપી છે.
  • જો કે સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) સાથે સંબંધ રખનારા ફત્યાનાએ આ ખરડાને મતદાનથી ઉકેલવાનો નિર્ણ કર્યો તેઓએ પીટીઆઈના બે સભ્યોને પણ મતદાન પહેલાં બેઠકમાં જવાથી રોકવાનો પ્રયાસ કર્યો.
  • મળતી માહિતી મુજબ સમિતિના આઠ સભ્યોએ ખરડાના પક્ષમાં મતદાન કર્યુ જ્યારે પાંચ સભ્યોએ તેના વિરોધમાં વોટિંગ કર્યું. વિપક્ષી સભ્યોએ ખરડાને જાધવ માટે રાષ્ટ્રીય મેળાપ અધ્યાદેશ જાહેર કર્યો છે.

મંત્રીએ કહ્યું, પ્રતિબંધના ડરથી લાવ્યાં બિલ

વિપક્ષના વિરોધ વચ્ચે કાયદા મંત્રીએ કહ્યું કે, તેમના મંત્રાલયે પાકિસ્તાન વિરૂદ્ધ અવમાનના અરજી દાખલ કરવાના ભારતીય પગલાંને રોકવા માટે આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની પાસે મોકલવામાં આવ્યો હતો તો પાકિસ્તાનને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હોત.

કુલભૂષણ જાધવને 2017માં મોતની સજા

જાસૂસી અને આતંકવાદમાં સામેલ એવા જૂઠાં આરોપો લગાડી ભારતીય નેવીના પૂર્વ અધિકારી 50 વર્ષના કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી.
ભારતે પાકિસ્તાનની સૈન્ય અદાલતના ચુકાદા અને જાધવને રાજનાયિક સંપર્ક આપવાના ઈનકાર કરવાના વિરોધમાં વર્ષ 2017માં જ ઈન્ટરનેશનલ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય અદાલતે ચુકાદા પર પુનર્વિચાર કરવાનું કહ્યું

હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટે જુલાઈ 2019માં આપવામાં આવેલા ચુકાદો આપતા કહ્યું હતું કે પાકિસ્તાન જાધવને દોષી ગણાવવા અને સજા આપવાના નિર્ણયની ફરી સમીક્ષા કરે અને તેમના ચુકાદા પર પુર્નવિચાર કરે. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે, પાકિસ્તાને ભારતને કોઈ પણ જાતનું મોડું થયા વગર જાધવ સુધી રાજનાયિક સુવિધા આપવાના આદેશ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here