પલક તિવારી એક્ટિંગ ડેબ્યૂ : વિવેક ઓબેરોય સાથે થશે અભિનયની શરૂઆત, નેપોટીઝમ અંગે થઇ રહી છે ટ્રોલ

0
0

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીની અભિનયની શરૂઆત ટૂંક સમયમાં ફિલ્મ ‘રોઝી’થી થવા જઇ રહી છે આ ફિલ્મમાં વિવેક આનંદ ઓબેરોયની મહત્વની ભૂમિકા હશે. ‘રોઝી’નો પહેલો લૂક તાજેતરમાં જ નિર્માતાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેના થોડા જ સમય બાદ વિવેક ઓબેરોયને ટવિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું, કારણ કે શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીને લોંચ કરવા બદલ લોકોએ તેના પર ‘નેપોટીઝમ’ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો.

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી વિવેક ઓબેરોયની સાથે ફિલ્મ ‘રોઝી – ધ સેફ્રોન ચેપ્ટર’માં જોવા મળશે. આ ફિલ્મ મંદીરા એન્ટરટેનમેન્ટ અને ઓબેરોય મેગા એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને વિવેક ઓબેરોય ફિલ્મના નિર્માતાઓ પૈકીનો એક છે.

https://www.instagram.com/p/CFWNb8FHC2n/?utm_source=ig_embed

જ્યારે શ્વેતા તિવારી અને પલક તિવારીના ફેન્સ તેને ફિલ્મમાં જોવા માટે ઉત્સાહિત છે. જોકે ટવિટરના એક વર્ગે વિવેક ઓબેરોયને ‘નેપોટિઝમ’ને પ્રોત્સાહન આપવા માટે ટ્રોલ કર્યો છે કારણ કે તેણે ફિલ્મમાં શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીને લોન્ચ કરી છે.

નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે અને પોસ્ટર એકદમ રસપ્રદ લાગી રહ્યું છે. પહેલો લૂકના અનાવરણ બાદ તરત જ વિવેક ઓબેરોયે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું અને લોકોએ ફરી એક વાર નેપોટિઝમ માટે તેને ટ્રોલ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here