પાલનપુર : પિતા જ્યાં કમ્પાઉન્ડરની નોકરી કરે છે તે ડોક્ટરને જોઇ દર્દીઓની સેવા કરવાની પ્રેરણા મળી, મહેનત કરી MBBSમાં પ્રવેશ મેળવ્યો

0
31

પાલનપુરઃ કમ્પાઉન્ડર પિતાના ડોક્ટર સાહેબને જોઈ દર્દીઓની સેવા કરવાની પ્રેરણા મળતાં ધોરણ 10 માંથી ડોક્ટર બનવાનું લક્ષ્ય બનાવી 18 કલાકની મહેનત બાદ કાણોદરના નિકુલે નીટમાં 392 માર્ક્સ મેળવી મેડિકલમાં એડમિશન મેળવી પિતા અને પરિવારનું સ્વપ્નું પુરુ કરી બતાવ્યું છે.

કાણોદર ગામના ભેમાભાઇ કાનજીભાઈ ચાવડા ગામમાં જ આવેલા ખાનગી દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે સામાન્ય પગારમાં વર્ષોથી નોકરી કરે છે. સામાન્ય પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ હોવાથી ભેમાભાઇના પત્ની પુષ્પાબેન પણ છૂટક મજૂરી કરે છે. ભેમાભાઇએ પોતાના દીકરાને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું. નિકુલે કાણોદર ગામની સરકારી પ્રાથમિક શાળા અને આ જ ગામની એસ.કે.એમ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને મેડિકલની એન્ટ્રન્સ માટેની તૈયારીઓ કરી. બારમાં ધોરણમાં 18 કલાકની મહેનત, હાઇસ્કૂલના શિક્ષકોનો સહકાર મળતા નિકુલ 98.84 પર્સન્ટાઇલ સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમે આવ્યો હતો. મેડિકલની એન્ટ્રન્સ ગણાતી નીટમાં 392 માર્ક્સ મેળવી મેડિકલમાં એડમિશન મેળવ્યું છે.

નિકુલે જણાવ્યું કે પિતા ખાનગી દવાખાનામાં સામાન્ય પગારમાં નોકરી કરતા અને ઘર ચલાવવા માટે મારા માતા પણ છૂટક મજૂરી કરવા જતા. ક્યારેક હું શાળાએથી છૂટી દવાખાને જતો. જ્યાં મારા પિતાના ડોક્ટર સાહેબને જોઈ દર્દીઓની સેવા કરવાની મને પ્રેરણા મળી હતી. 10માં ધોરણથી જ ડોક્ટર બનવાનું લક્ષ્ય બનાવી લીધું હતું અને આથી જ મેં સોશિયલ મીડિયા તેમજ મોબાઇલનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. આજે પણ મારી પાસે સ્માર્ટફોન નથી. તેમજ ફેસબુક, વોટ્સએપ કે કોઇપણ સોશિયલ એકાઉન્ટ આજ સુધી ખોલાવ્યું નથી. 10માં ધોરણથી જ રોજના એવરેજ 15 કલાક ઉપરાંતનું વાંચન કરતો. પરિસ્થિતિના કારણે કોચિંગ ક્લાસમાં જવુંએ સપના સમાન હતું પરંતુ NCERTના અભ્યાસક્રમ મુજબ તૈયારીઓ કરી હતી આ એ પરિણામ મળી ગયું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here