પાલનપુર: અમીરગઢના બાંટાવાડાના ખેડૂતને એક યુવતીએ ખેડૂત સાથે પ્રેમહોવાનું કહી સોમવારે ખેડૂતને ચિત્રાસણી હાઇવે પર બોલાવી તેને માર મારી અપહરણ કર્યુ અને બાદમાં તેની પાસે રૂ.10 લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ખેડૂતે યુવતી સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેની ફરીયાદને ધ્યાને લઇ તાલુકા પોલીસે બુધવારે જ યુવતી સહીત ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં આ આ ગેંગએ અગાઉ પણ 10 જણને ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે.
બાંટાવાડાના ખેડૂત હમીરજી જગાજી ઠાકોરને જગાણા ગામની રોશની નાનજીભાઇ નામની યુવતીએ ટેલિફોનિક સંપર્ક કરી પરિચય મેળવી સોમવારે બપોરના સમયે ચિત્રાસણી હાઇવે રોડ ઉપર બોલાવ્યા હતા અને ત્યાં હમીરજીને રોશની સાથે આવેલા યુવકોએ માર મારી ચાર જણા કારમાં અપહરણ કરી રોશની સાથેનો હમીરજીનો વીડિયો ઉતારી તેની પર બળાત્કારના ગુનાની ફરિયાદની તેમજ વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપી હતી. ખેડૂતના ખિસ્સામાંથી રૂ.2 હજારની લૂંટ કરી ખંડણી પેટે રૂ.10 લાખની માંગ કરી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં હમીરજીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બુધવારે બપોરે જ ગુનામાં સંડોવાયેલી રોશનીબેન નાનજીભાઇ (રહે.જગાણા), કલ્પેશભાઇ નાનજીભાઇ (રહે.જગાણા), દિનેશભાઇ નાનજીભાઇ (રહે.જગાણા), નરેશભાઇ પરથીભાઇ (રહે.આકેષણ) સુરેશજી ઇશ્વરજી(રહે.ગઢ)ને મોબાઇલ લોકેશન ટ્રેસ કરી ઝડપી લઇ ચારેયની ઉલટતપાસ કરતા આ ટોળી હનીટ્રેપની માસ્ટર માઇન્ડ હોવાનુ પોપટની જેમ બોલી ગઈ હતી.
Array
પાલનપુર : 46 વર્ષના ખેડૂતે 10 લાખના ખંડણીની ફરિયાદ આપી તો યુવતી સહિત 4 ની ગેંગ ઝડપાઇ ગઈ
- Advertisement -
- Advertisment -