Wednesday, September 29, 2021
Homeગુજરાતપાલનપુર : નહેરુ યુવા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

પાલનપુર : નહેરુ યુવા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલના અધ્યક્ષસ્થાને નહેરુ યુવા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં નહેરુ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા વર્ષ-2021-22 દરમિયાન યોજાનાર વાર્ષિક કાર્ય યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી તથા રોજગારવાંચ્છુ યુવાનોને અનુબંધન પોર્ટલ પર નોંધણી કરાવવા વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

બેઠકમાં આત્મનિર્ભર ભારત અન્વયે યુથ મેપીંગ અને સ્કીલીંગ, કેરિયર ગાઇડન્સ, યુથ ક્લબની સ્થાપના, સ્વચ્છતા અંગે યુવાનોને તાલીમબદ્ધ કરવા તથા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી, યુથ ક્લબ ડેવલોપમેન્ટ પ્રોગામ, બનાસકાંઠા જેવા વિશાળ જિલ્લામાં બે તાલુકાઓનું કલ્સ્ટર બનાવી યુવાનોને પ્રશિક્ષિત કરવા અધિક કલેક્ટરે સૂચના આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments