પાલનપુર: ભાજપના કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ મંત્રીપદે આરૂઢ થયા પછી બુધવારે પ્રથમ વખત ગુજરાત પહોંચ્યા હતા. તેમના આગમન સાથે જ કોંગ્રેસ જાણે કાંપી ઊઠી હોય તેમ રાજ્યસભાની ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા જ ધારાસભ્યો ભાજપમાં જાય નહીં કે ક્રોસ વોટિંગ કરે નહીં તે માટે પાલનપુરના બાલારામ રિસોર્ટમાં ખસેડ્યા હતા. જેના પગલે બાલારામ રિસોર્ટમાં ધારાસભ્યો માટે તમામ વ્યવસ્થા કરાઇ છે. રાત્રે પહોંચીને કોંગી ધારાસભ્યોએ શાક, રોટલી અને દાળભાત આરોગ્યા હતા. ત્યારબાદ આજે સવારે સાદો નાસ્તો અને ચા-કોફીની પીધી હતી. રથયાત્રામાં ભાગ લઈને રિસોર્ટ પહોંચી કોંગી ધારાસભ્યોનો અમિત ચાવડા ક્લાસ લેશે.
સવારે આબુ જવાનું નક્કી કર્યા પછી એકાએક યોજના ફેરવીને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં ધારાસભ્યો બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે પહોંચી ગયા હતા. પણ, ભાજપમાં જોડાઇ શકે તેવા શંકાસ્પદ ગણાતા અલ્પેશ જૂથના અલ્પેશ ઠાકોર,ધવલસિંહ ઝાલા રિસોર્ટમાં ગયા નથી. આ ધારાસભ્યો સાથે કોંગ્રેસના કુલ 10 ધારાસભ્યો રિસોર્ટમાં ગયા નથી. હવે તમામ ધારાસભ્યો રાજયસભાના તા. 5ના મતદાનના દિવસે જ સીધા ગાંધીનગર મતદાન મથક પર પહોંચશે તેમ સૂત્રોનું કહેવું છે.
રથયાત્રા પૂરી કરી પાંચ ધારાસભ્યો આજે બાલારામ પહોંચશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચતા જ ગાંધીનગરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલેથી કોંગ્રેસના ધારાસભ્યો લક્ઝરી બસ મારફત પાલનપુરના બાલારામ રિસોર્ટમાં પહોંચ્યા હતા. મહિલા ધારાસભ્યો સહિત કોંગ્રેસના ગણાતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિત 71 ધારાસભ્યો પૈકી 61 ધારાસભ્યો કોંગ્રેસના દાવા પ્રમાણે પહોંચી ગયા છે, પણ વાસ્તવિકતા એ છે કે, હજુ 10 ધારાસભ્યો રિસોર્ટમાં પહોંચ્યા નથી. આ દસ ધારાસભ્યો પૈકી અમદાવાદના ચાર ધારાસભ્યો અ્ને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મળીને કુલ પાંચ ધારાસભ્યો રથયાત્રા ગુરુવારે પુરી થયા પછી રિસોર્ટમાં પહોંચશે. પણ, બાકીના પાંચ ધારાસભ્યો રિસોર્ટમાં જશે નહીં.
ધવલસિંહે ભાજપના દંડકની કાર્યાલયમાં ગયા
અલ્પેશ ઠાકોરના ખાસ ગણાતા કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપના દંડકની કાર્યાલયમાં ગયા હતા. તેઓ બે દિવસ પહેલા ભાજપના દંડકની કાર્યાલયમાં જઇને રાજયસભાના ભાજપના ઉમેદવાર જુગલજી ઠાકોરને મળ્યા હતા અને જુગલજીને અભિનંદન આપ્યા હતા.
લક્ઝરી એસી બસમાં કોંગ્રેસ MLA ફાઈવ સ્ટાર બાલારામ રિસોર્ટમાં પહોંચ્યાં
કોંગ્રેસે બુધવારે બપોર પછી તેના ધારાસભ્યોને પહેલાં આબુ લઈ જવાની અને પછી પાલનપુર લઈ જવાની વાત કરી હતી. લક્ઝરી બસમાં લઈ જવાયેલા ધારાસભ્યો રસ્તામાં હોટલ પર નાસ્તો કરવા બેઠા હતા.
ધાનાણીએ કહ્યું- ધારાસભ્યોને આબુ લઇ જઈશું,બપોરે કહ્યું- પાલનપુર લઇ જઈશું
અમે બધા ધારાસભ્યોને રાજયસભાના મોક પોલ અને વિધાનસભાની કાર્યવાહીની તાલીમ આપવા માટે આબુના રિસોર્ટમાં લઇ જવાના છીએ. જો કે, ધાનાણીએ સવારે બોલેલું ફેરવીને એવું કહ્યું હતું કે, અમે હવે તમામ ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઇ જશું.
કયા ધારાસભ્યો રિસોર્ટમાં પહોંચ્યા નથી
અલ્પેશ ઠાકોર,ધવલસિંહ ઝાલા, પૂજા વંશ, વિક્રમ માડમ, સુરેશ પટેલ, હિંમતસિંહ પટેલ, શૈલેશ પરમાર,અમિત ચાવડા, ગ્યાસુદ્દિન શેખ, ઇમરાન ખેડાવાલા
Array
પાલનપુર : બાલારામ રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાત્રે ડિનર સવારે નાસ્તો કર્યો, અમિત ચાવડા સાંજે ક્લાસ લેશે
- Advertisement -
- Advertisment -