- Advertisement -
પાલનપુર: શહેરની એક હોટલમાં ખાનગી કંપનીની બોટલોમાંથી કચરો નીકળતા ચકચાર મચી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક ખાતે એક માસ અગાઉ ઠંડા પીણાની બોટલમાંથી જીવડું નીકળ્યા બાદ કચરાનો મામલો સામે આવ્યો હતો. જો કે હોટલના સંચાલકે ડિલરનું ધ્યાન દોરતા તેણે હાથ ઊંચા કરી દેતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.
શહેરમાં હાઇવે વિસ્તારમાં આવેલી એક હોટલમાં કોલ્ડડ્રિંક્સની બોટલોમાંથી કચરો નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. હોટલમાં પડેલી 5 જેટલી બોટલોમાં કચરો નીકળ્યો હતો. જેનું ગ્રાહકે હોટલના સંચાલકને ધ્યાન દોર્યું હતું. હોટલ સંચાલકે ડિલરનો સંપર્ક સાંધ્યો હતો પરંતુ તેણે હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારબાદ કચરો નીકળેલી કોલ્ડડ્રિંક્સની બોટલોના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતાં. જેને લઇ પંથકના લોકોમાં કોલ્ડડ્રિંક્સ મામલે કચવાટ ઊભો થયો છે.