Wednesday, January 19, 2022
Homeગુજરાતપાલનપુર : ડામર રોડ તૂટતાં ડીસાનો એલિવેટેડ બ્રિજ એક બાજુથી બંધ કરાયો

પાલનપુર : ડામર રોડ તૂટતાં ડીસાનો એલિવેટેડ બ્રિજ એક બાજુથી બંધ કરાયો

પાલનપુરથી કંડલાને જોડતા નેશનલ હાઈવે પર ડીસા શહેરના મધ્યમાં કેન્દ્ર સરકારે રૂ 222 કરોડના ખર્ચે બનેલા 3.7 કિલોમીટરનું એલિવેટેડ બ્રિજનું કામ રચના કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યું હતું. જેના 5 મહિનામાં જ ડામર રોડ તુટી જતા અનેક સવાલો ઊભા થયા હતા. જોકે અખબારી અહેવાલ બાદ નેશનલ હાઈવે અને રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા એક તરફનો બ્રિજ બંધ કરી અને સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

સરકારના પાદર્શક વહીવટ સામે સવાલ ઊઠયા

પારદર્શક વહીવટની વાત કરતી સરકાર માટે ડીસાનો એલિવેટેડ બ્રિજ એક સવાલ ઉભું કરી રહ્યો છે. રૂ.222 કરોડના ખર્ચે બનેલો બ્રિજ જો 5 માસમાં તૂટી જતો હોય, ઉપરાંત બ્રિજ પરની સ્ટ્રીટ લાઈટ પણ હજુ ચાલુ થઈ ન હોય ત્યારે સરકારના પારદર્શક વહીવટ સામે જિલ્લાવાસીઓ સવાલ કરી રહ્યા છે.

બ્રિજની સ્થળ તપાસની માગ

ડીસામાંથી પસાર થતા આ બ્રિજની વચ્ચે તિરાડો પણ જોવા મળી રહી છે. ત્યારે એલિવેટેડ બ્રિજનું કેન્દ્રની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ બ્રિજમાં ખામી દૂર કરવા અને જો કામમાં ક્યાંય ગેરરીતિ થઈ હોય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ જિલ્લાવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular