Wednesday, January 19, 2022
Homeગુજરાતપાલનપુર : મહિલા દૂધ મંડળીને સર્વશ્રેષ્ઠ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો એવોર્ડ...

પાલનપુર : મહિલા દૂધ મંડળીને સર્વશ્રેષ્ઠ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો એવોર્ડ મળ્યો

બનાસડેરી સંયોજિત પાલનપુર તાલુકાની હરસિદ્ધનગર-ભાગળ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ ગુજરાત રાજ્યમાં સર્વશ્રેષ્ઠ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે NCDC (રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ)નો એવોર્ડ મેળવીને બનાસડેરીનું ગૌરવ વધાર્યુ છે.

પાલનપુરની હરસિદ્ધનગર-ભાગળ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ સર્વશ્રેષ્ઠ મહિલા સહકારીતાની શ્રેણીમાં પ્રથમ નંબર મેળવીને 25 હજાર રૂપિયાનું ઇનામ અને પ્રમાણપત્ર મેળવ્યું છે. મંડળીના મંત્રી સેજલબેન નરેશભાઇ પટેલે ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન, સેવા સંસ્થાના ચેરપર્સન મીરાઈ ચેટરજી, NCDCના રિજિયોનલ ડાયરેક્ટર શૈલેન્દ્ર સિંઘની ઉપસ્થિતિમાં એવોર્ડ સ્વીકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લાની મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં મંત્રી તરીકે સેવા આપતા સેજલબેન પટેલ સમગ્ર જિલ્લામાં એક માત્ર મહિલા મંત્રી છે.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ઇ.એમ.ડી. સંગ્રામભાઈ ચૌધરી અને નિયામક મંડળે આ પ્રસંગે મંડળીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મહિલાઓએ દૂધ ઉત્પાદનની સાથે સાથે મંડળીના વહીવટમાં પણ સહભાગી થઈને ચેરમેન અને મંત્રી જેવી જવાબદારીઓ વહન કરવા અનુરોધ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular