Saturday, September 18, 2021
Homeપાલનપુર : સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Array

પાલનપુર : સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે ‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસનાટ હેઠળ આજે 2 જી ઓગષ્ટસના રોજ પાલનપુર સરકારી હાઇસ્કુલ ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારના પાંચ વર્ષ પુરા થવાના અવસરે પહેલી ઓગસ્ટ 9મી ઓગષ્ટમ નવ દિવસ સુધી લોકોની સુખાકારી માટે અનેક કાર્યક્રમો યોજાનાર છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી લઇ સરકારના તમામ વિભાગો દ્વારા સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખી નિર્ણયો લેવામાં આવે છે એટલે જ આ સરકારને સંવેદનશીલ સરકાર કહેવાય છે.

મંત્રીએ જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં બીજી લહેરમાં ઘણાં પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, કેટલાંય બાળકોએ પોતાના માતા-પિતા બન્ને કે બન્ને માંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી છે તેવા નિરાધાર બાળકોને બિચારા-બાપડા કે ઓશીયાળું જીવન જીવવું ન પડે તે માટે આ સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના બનાવી છે. જેમાં કોરોના સમયમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની રાજ્ય સરકાર વાલી બની સાર- સંભાળ રાખશે જે બાળકોએ માતા- પિતા બન્ને ગુમાવ્યા છે તેવા બાળકોને આ યોજના હેઠળ દર મહિને 4000 તેમજ માતા- પિતા બન્ને માંથી કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકને દર માસે 2000ની આર્થિક સહાય બાળક 21 વર્ષનું થાય સુધી આપવામાં આવશે.

મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, લોકોને આવક, જાતિ, ડોમિસાઇલ પ્રમાણપત્ર વગેરે જેવા કામો માટે તાલુકા મથકો સુધી જવું ન પડે તે માટે આઠથી દશ ગામોનું કલ્સ્ટર બનાવી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકોને ઘર આંગણે સેવા પુરી પાડતા યોજાતા સેવા સેતુ કાર્યક્રમને ખુબ સારી સફળતા મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 હજાર 800 જેટલાં સેવા સેતુના કાર્યક્રમો યોજી અંદાજે 2 કરોડ લોકોને સરકારની યોજનાઓના સીધા લાભ અપાયા છે.

સેવા સેતુના માધ્યમથી છેવાડાના અને અંતરીયાળ વિસ્તારના ગામોમાં રહેતા લોકોના કામો પોતાના ગામમાં જ અથવા નજીકના સ્થળે થઇ જાય છે જેથી અનેક મુશ્કેલીઓ અને સમસ્યાઓ અંત આવ્યો છે. જ્યાં માનવી ત્યાં સુવિધા આપવા આ સરકાર કટીબધ્ધ છે. ગંગા સ્વરૂપ બહેન પુન લગ્ન કરે તો 50 હજારની આર્થિક સહાય આપવાની યોજનાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે, પાલક માતા-પિતા યોજનામાં અનાથ બાળકની સાર-સંભાળ રાખતા વાલીને માસિક રૂ. 300ની સહાય આપવામાં આવે છે. નિરાધાર વૃધ્ધ પેન્શન સહાય યોજનામાં રૂ. 1000ની સહાય અપાય છે. દિવ્યાંગ સાધન સહાય રૂ. 10 હજારથી વધારીને રૂ. 20 હજાર કરવામાં આવી છે. આમ, ગરીબ અને વંચિત સમુદાયના સર્વાગી વિકાસ માટે આ સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવી છે અને સહાયની રકમમાં પણ વધારો કર્યો છે જેનાથી તેમનું જીવન ધોરણ ઉંચુ લાવી શકાય તેમ તેમણે ઉમેર્યુ હતું. બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારને પાંચ વર્ષ પુરા થઇ રહ્યાં છે. ત્યારે નવ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. 2 જી ઓગષ્ટવ મુખ્યમંત્રીજીનો જન્મદિવસ છે, 2017માં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલા પૂરના સમયે મુખ્યમંત્રી આ જિલ્લાના લોકો વચ્ચે રહી મુશ્કેલની ઘડીમાં મદદરૂપ થયા હતાં.

આજે સમગ્ર વહીવટીતંત્ર સંવેદનાપૂર્વક કામગીરી કરી રહ્યું છે. સેવા સેતુ કાર્યક્રમમાં 57 જેટલી સેવાઓના લાભ એક જ સ્થળેથી લોકોને મળી રહે છે. આજે સંવેદના દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં 20 જેટલાં સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કોરોનામાં માતા-પિતાનો આધાર ગુમાવનાર બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવાઇ છે. જેમાં રાજ્ય સરકાર અનાથ બાળકોની વાલી બની તેમને મદદરૂપ બનશે.

આ પ્રસંગે મંત્રીના હસ્તે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકોને હુકમ તથા અભ્યાસ કીટ એનાયત કરવામાં આવી હતી. મંત્રીએ સેવા સેતુની વિવિધ સેવાની જાત મુલાકાત લઇ લોકોને મળતી સેવાઓનું નિરીક્ષણ કર્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments