સુરત : પાલિકાએ ભાડાના મુદ્દે ગોટાલાવાડી ટેનામેન્ટના ઈજારદારને બ્લેકલિસ્ટ કરતા અસગ્રસ્તોની ભુખ હડતાળ

0
3

સુરત. ગોટાલાવાડી ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં નિષ્ફળ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવતા અસરગ્રસ્ત 1304 પરિવારમાં રોષને માહોલ છે. પાલિકાની મુખ્ય કચેરીએ સવારે 11 વાગેથી અસરગ્રસ્તો ભુખ હડતાળ પર બેસી ગયા હતા અને શાસકોની હાય હાય બોલાવી હતી. ઇજારદાર ભાડુ સાથે બાંધકામ ચાલુ કરવાની બાંયધરી આપવા છતાં તેને બ્લેકલિસ્ટ કરાયો હોવાનો આરોપ અસરગ્રસ્તોએ મુક્યો છે.મેયરે કહ્યું કે, અસરગ્રસ્તોને 11 મહિનાથી ભાડુ ચૂકવાયું નથી જેતી શિક્ષાત્મક પગલા લેવાતા તેણે બાંયધરી આપી છે. લોકોના રૂપિયા કઢાવવાની જવાબદારી પણ પાલિકાની છે.

અત્યારે કોણ નવો બિલ્ડર આવશે
અસરગ્રસ્તોનું જણાવવું છે કે, ઇજારદાર જે.પી.ઇસ્કોન સ્ટેન્ડીંગ કમિટી માં રુબરુ હાજર થઈ ને 1304 પરીવારને ભાડુ આપવાનું તેમજ બાંધકામ ચાલુ કરવાનું હકારાત્મક નોટરી અંગેનું બાંયધરી પત્ર રજુ કર્યું હતું. પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ બિલ્ડર ને ખોટી રીતે બ્લેક લિસ્ટ કરી ૧૩૦૪ પરીવારના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. જો કદાચ આ નોટરી કરેલી બાયધરી પત્ર નો ઉપયોગ કરી બિલ્ડર કોર્ટ માંથી સ્ટે લાવશે તો અસરગ્રસ્તોનું શુ થશે ? હાલના મંદીના મહોલ માં નવો કોઈ બિલ્ડર આવશે તેવુ દેખાતુ નથી.

ઇજારદારની ભૂતકાળની કામગીરી જોઇ બ્લેકલીસ્ટ કર્યો
મેયર ડો. જગદીશ પટેલએ જણાવ્યું હતું કે, ઇજારદારે હાલમાં એક મહિનાનું ભાડું ચુકાવવાની બાંયધરી આપી બાકીના 11 મહિનાના ભાડા અંગે શિડ્યુઅલ ગોઠવવાની વાત કરી હતી. પરંતુ ભૂતકાળમાં અગાઉ માત્ર એક વાર ભાડું ચુકવીને પછી આપવાનું બંધ કરી દીધું હતું. બે વર્ષથી પ્રોજેકટ લેટ ચાલે છે. નથી ભાડા રેગ્યુલર આપ્યા કે બાંધકામ શરૂ કર્યુ નથી. જેથી બ્લેકલીસ્ટ કરાયો છે. અમે અસરગ્રસ્તોને પણ આ જ સમજાવ્યું છે અને તેઓ સાથે વાત પણ ચાલે છે.