પામતેલનો વાયદો નજીવા ઘટાડા સાથે બંધ, સિંગતેલના ભાવ મથકો પાછળ ઉંચકાયા

0
3

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ગુડફ્રાઈડે તતા બેન્ક હોલીડેનો માહોલ હોવા છતાં બજારમાં માગ સારી નિકળી હતી તથા પામતેલમાં ૧૦ કિલોના હવાલા રિસેલમાં રૂ.૧૨૧૨થી ૧૨૧૮માં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા જ્યારે રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના વેપારો એપ્રિલની વિવિધ ડિલીવરીઓ માટે ૧૨૧૫થી ૧૨૩૦માં આશરે ૫૦૦ ટનના વેપારો થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો નજીવા ઘટાડા સાથે બંધ રહ્યો હતો તથા ત્યાં પામ પ્રોડકટના ભાવ પણ શાંત રહ્યા હતા. ચીનમાં આજે સાંજે સોયાસીડના ભાવ ૫૨ પોઈન્ટ નરમ રહ્યા હતા. જ્યારે સોયાતેલના ભાવ ૧૪૬ પોઈન્ટ વધ્યા હતા. ત્યાં સોયાખોળના ભાવ ૧૦ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા જ્યારે પામતેલના ભાવ ૧૪૮ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યાના સમાચાર હતા.

અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૩૪૬ પોઈન્ટ ગબડયા હતા ઉપરાંત ત્યાં સોયાતેલના ભાવ ૧૩૦ પોઈન્ટ તૂટયાના સમાચાર હચા. જોકે આજે ગુડફ્રાઈડેની રજાના પગેલ આજે ત્યાં પ્રોજેખનસમાં ભાવ બોલાતા હતા.

અમેરિકામાં સોયાબીનના નવા પાક માટેનું વાવેતર ૮૭૬ લાખ એકર્સમાં થવાનો અંદાજ બહાર પડયો છે જે બજારની અપેક્ષાથી ઓછો હોતાં ત્યાં દૂરની ડિલીવરીમાં જો કે સોયાબીનના ભાવ ઉંચા બોલાઈ રહ્યાના સમાચાર હતા. નજીકની ડિલીવરીના ભાવ નફારૂપી વેચવાલી વચ્ચે ગબડયા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે હાજર બજારમાં ૧૦ કિલોદીઠ ભાવ સિંગતેલના રૂ.૧૫૬૦ વાળા વધી રૂ.૧૫૮૦ બોલાી રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ વધતા અટકી રૂ.૧૨૩૦ના મથાળે ઉછાળો પચાવી રહ્યા હતા. ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ વધી રૂ.૧૫૫૦ તથા ૧૫ કિલોના રૂ.૨૪૪૦થી ૨૪૫૦ રહ્યા હતા.

જ્યારે મથકોએ કોટન વોશ્ડના ભાવ આજે વધ્યા મથાળે રૂ.૧૨૯૦થી ૧૨૯૫ના મથાળે અથડાતા રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે આયાતી પામતેલના ભાવ વધી રૂ.૧૨૧૮ રહ્યા હતા. જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૧૧૫૦ રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૧૨૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૨૮૫ બોલાતા હતા જ્યારે સનફલાવરના ભાવ ઘટી રૂ.૧૬૪૦ તથા રિફાઈન્ડના રૂ.૧૭૦૦ રહ્યા હતા મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ૧૦ કિલોના વધતા અટકી રૂ.૫ ઘટી જાતવાર ભાવ રૂ.૧૦૨૫થી ૧૦૪૫ બોલાઈ રહ્યા હતા.

જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૦૫૦ વાળા આજે રૂ.૫૦૨૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે તેજી આગળ વધી હતી સિંગખોળના ભાવ ટનના વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૩૩૫૦૦ બોલાયા હતા જ્યારે સોયાખોળના ભાવ આજે વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૫૧૦૦૦ની સપાટી વટાવી રૂ.૫૧૧૩૦ સુધી બોલાતા થયા હતા.

નિકાસ પૂછપરછો વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, અન્ય ખોળો જોકે સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. મધ્ય-પ્રદેશમાં કોરોનાનો ઉપદ્રવ વધતાં ત્યાં છીંવાડા, રતલામ, બેતુલ, ખરગોન વિ. વિસ્તારોમાં લોકડાઉન કડક બનાવવામાં આવી રહ્યાના નિર્દેશો હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here