ખાનપુરમાં પાન પાર્લરનાં તાળા તૂટ્યા, રૂપિયા દોઢ લાખથી વધુની સિગારેટ અને તમાકુની ચોરી

0
7

અમદાવાદ. કોટ વિસ્તારમાં આજથી કર્ફ્યુ ખુલ્યો છે. પરંતુ લોકડાઉન ચાલુ છે. તેવામાં તસ્કરોએ તેમના કામને અંજામ આપ્યો છે. વૈશ્વિક મહામારી કોરોના ભય વચ્ચે શાહપુરના જે પી ચોકમાં ક્યુ લેન્ડ પાન પાર્લરમાંથી રાત્રે તાળા તોડીને ચોરીનો બનાવ બન્યો છે. જેમાં વિવિધ બ્રાન્ડની સિગારેટ અને તમાકુ સહિતની દોઢ લાખની કિંમતની ચીજવસ્તુઓની ચોરી થઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સતત એક મહિનાના લોક ડાઉનના કારણે વિવિધ પ્રકારની તમાકુ, ગુટકા અને સિગારેટના ખૂબ જ ઊંચા ભાવ અત્યારે બજારમાં ચાલી રહ્યા છે. ત્યારે તકનો પૂરો ફાયદો ઉઠાવવા માટે જ આ લૂંટ થયાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here