બનાસકાંઠા : બે મહિના અગાઉ ભાગેલ યુવતી નો પતો ન મળતા પોલીસ ની કામગીરી બાબતે રોષ વ્યકત કરતો પંચાલ સમાજ.

0
0
ધાનેરા પોલીસ મથકે ધાખા ગામ ની યુવતી ને ભગાડી જનાર ને પકડવા માટે પંચાલ સમાજ ના મોટી સંખ્યા માં લોકો આવતા પોલીસ ને પણ પરસેવો છૂટ્યો બે મહિના અગાઉ ભાગેલ યુવતી નો પતો ન મળતા પોલીસ ની કામગીરી બાબતે રોષ વ્યકત કરતો પંચાલ સમાજ.
ગુજરાત સરકાર એ બેટી બચાવો ના સ્લોગ ની મોટા ઉપાડે જાહેરાત કરી છે પણ અહીંયા તો સુરક્ષા ની જેની જવાબદારી છે એવી ગુજરાત પોલીસ પર જ લોકો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે….જી હા અમે વાત કરી રહ્યા છે ધાખા ગામની બે મહિના પહેલા જ ગામ નો યુવક કિશોરી ને લઈ ને પલાયન થઈ ગયો છે જેની ફરિયાદ વાલીઓ એ ધાનેરા પોલીસ મથકે નોંધાવી છે પણ બે મહિના સુધી કોઈ નક્કર કામગીરી ન દેખાતા આજે મોટી સંખ્યા માં પંચાલ સમાજ ના લોકો રજુઆત કરવા પહોંચ્યા હતા અને પોલીસ ની કામગીરી બાબતે રોષ વ્યકત કર્યો હતો…
ધાનેરા પોલીસ મથકે 300 કરતા વધુ લોકો રજુઆત કરવા પહોંચતા હાજાર પોલીસ ને પણ પરસેવો આવી ગયો હતો  બે મહિના નો સમય વીતવા છતાં પણ નક્કર પરિણામ ન મળતા ધાનેરા પોલીસ જવાબ આપવા સક્ષમ નહોતો અમારી દીકરી લાવી આપો ના નારા સાથે ધારદાર રજુઆત કરવામા આવી હતી જો કે હાલ ધાનેરા પોલીસ પર પનોતી બેઠી હોય એમ અનેક આક્ષેપો ફરિયાદી કરી રહ્યા છે પછી ભલે દારૂબંધી હોય કે દુષ્કર્મ ના ફરિયાદી હોય દરેક આક્ષેપ હાલ તો પોલીસ પર જ થઈ રહ્યા છે.
 બાઈટ
પોલીસ મથક આગળ જ્યારે ધાનેરા પોલીસ હાય હાય ના નારા   લગાવવાની કોશિશ થઈ તયારે અનુભવ નો નિચોડ કાઠી ને ધાનેરા ના પી.એસ આઈ ડી.જે મરન્ડ સાહેબ બાજી સંભાળી તયારે સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને આવનાર પંચાલ સમાજ ના આગેવાનોએ પોતાની વ્યથા રજૂ કરી હતી અને આગળ ધાનેરા પ્રાત અધિકારી ને આવેદનપત્ર આપી ને માગ કરવામા આવી હતી કે પોતાની વ્હાલ સોયી દીકરી ને પરત લાવવા ધાનેરા પોલીસ નક્કર પગલાં લે  અન્યથા પંચાલ સમાજ  દ્રારા કોઈ મોટું આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી તયારે ધાનેરા પોલીસ ક્યારે નક્કર પગલાં લઈ ને પહેલા જેવી પોતાની  છબી બનાવે છે એ તો આવનારો સમય જ બતાવશે.
 
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here