22 ઓગસ્ટથી ગણેશ ઉત્સવ શરૂ : માટીના ગણેશમાં પંચતત્વ; માટીના ગણેશજી કેવી રીતે બનાવવાં, તેનું મહત્ત્વ શું છે અને મૂર્તિ બનાવતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું

0
5

22 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીએ માટીના ગણેશ જ સ્થાપિત કરવા જોઇએ. કેમ કે, માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મશાસ્ત્રના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે માટીના ગણેશજીની મૂર્તિ પંચતત્વથી બનેલી હોય છે. તે મૂર્તિમાં જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલાં હોય છે. એટલે તેમાં ભગવાનનું આવાહન અને તેમની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે.

માટીના ગણેશજીની પૂજાથી પોઝિટિવ ઊર્જા મળે છે. ત્યાં જ પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય કેમિકલ્સથી બનેલી ગણેશજીની મૂર્તિમાં ભગવાનનો અંશ રહેતો નથી. તેમાં નદીઓ પણ અપવિત્ર હોય છે. બ્રહ્મપુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, નદીઓના પાણીને ગંદું કરવાથી દોષ લાગે છે.

માટીના ગણેશજી જ કેમઃ-

  • શિવપુરાણમાં શ્રીગણેશ જન્મની કથામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, દેવી પાર્વતીએ પુત્રની ઇચ્છાથી માટીનું એક પુતળું બનાવ્યું હતું, પછી શિવજીએ તેમાં પ્રાણ ઉમેર્યાં હતાં. તે જ ભગવાન ગણેશ હતાં.
  • શિવ મહાપુરાણમાં ધાતુની જગ્યાએ પાર્થિવ અને માટીની મૂર્તિને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
  • લિંગ પુરાણ પ્રમાણે સમડા કે પીપળાના વૃક્ષની જડની માટીથી મૂર્તિ બનાવવી શુભ મનાય છે. આ સિવાય ગંગા તીર્થ અને અન્ય પવિત્ર જગ્યાએથી માટી લઇ શકાય છે.
  • જ્યાંથી માટી લેવામાં આવે ત્યાંથી ઉપરથી ચાર આંગળી માટી દૂર કરીને અંદરની માટી લઇને ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવી જોઇએ.
  • વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ શકે છે.
  • ભવિષ્યપુરાણમાં સોના, ચાંદી અને તાંબાથી બનેલી મૂર્તિઓ સાથે જ માટીની મૂર્તિને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય વિશેષ વૃક્ષના લાકડાથી બનેલી મૂર્તિઓ પણ પવિત્ર માનવામાં આવે છે.

માટીના ગણેશજી કેવી રીતે બનાવવા.

પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે, માટીને ભેગી કરીને સાફ જગ્યાએ રાખો. પછી તેમાંથી કાંકરા, પત્થર અને ઘાસ કાઢીને માટીમાં હળદર, ઘી, મધ, ગાયનું ગોબર અને પાણી મિક્સ કરીને પિંડ બનાવી લો. ત્યાર બાદ ૐ ગં ગણપતયે નમઃ મંત્ર બોલીને ગણેશજીની સુંદર મૂર્તિ બનાવો. આવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી તેમાં ભગવાનનો અંશ આવી જાય છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે.

ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઇએઃ

  • પં. મિશ્ર જણાવે છે કે, ગણેશજીને વક્રતુંડ કહેવામાં આવ્યાં છે. એટલે તેમની વાંકી સૂંઢ હોવી જોઇએ. ડાબી બાજુ વળેલી સુંઢવાળા ગણેશજીની પૂજાથી મોક્ષ મળે છે. ત્યાં જ જમણી બાજુ વળેલી સુંઢવાળા ગણેશજીની પૂજાથી લૌકિક અને ભૌતિક સુખ મળે છે. ગણેશજીના જમણા અને ડાબા હાથથી સૂંઢ દિશા સમજવી જોઇએ.
  • જે મૂર્તિમાં ગણેશજીનું વાહન ન હોય એવી પ્રતિમાની પૂજા કરવી નહીં. ગ્રંથોમાં દેવી-દેવતાઓની પૂજા વાહન સાથે કરવાનું વિધાન છે.
  • ધર્મગ્રંથોમાં ગણેશજીનું એક નામ ધૂમ્રવર્ણ છે. એટલે ગણેશજીનો રંગ ધૂમાડા સમાન છે. એટલે કે હળવો સ્લેટી રંગ પણ ગણેશ પ્રતિમા ઉપર કરી શકાય છે.
  • ગણેશજીને ભાલચંદ્ર કહેવામાં આવે છે. એટલે ગણેશજીની મૂર્તિ એવી રીતે બનાવો જેમના લલાટ(કપાળ) ઉપર ચંદ્ર બનેલો હોય.
  • જેમના હાથમાં પાશ અને અંકુશ બંને હોય તેવી ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઇએ. શાસ્ત્રોમાં ગણેશજીનું આવું જ સ્વરૂપ ઉલ્લેખવામાં આવ્યું છે.

માટીના ગણેશજીની સ્થાપના અને પૂજા.

ગણેશ ચતુર્થીએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ ભીની માટીથી ગણેશજીની મૂર્તિ બનાવીને સૂકવી લેવી. ત્યાર બાદ તેના ઉપર શુદ્ધ ઘી અને સિંદૂર મિક્સ કરીને શ્રૃંગાર કરી શકો છો. શ્રૃંગાર કર્યા પછી જનોઈ પહેરાવો. ત્યાર બાદ મૂર્તિને ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. ધૂપ-દીવો પ્રગટાવો. દૂર્વા, ફળ-ફૂલ અર્પણ કરો. લાડવાનો ભોગ ધરાવો. કપૂર પ્રગટાવીને આરતી કરો. ગણેશ ઉત્સવમાં રોજ સવાર-સાંજ પૂજા કરો. અનંત ચતુર્થીએ આ મૂર્તિનું વિસર્જન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here