સરપંચો સાથે ચર્ચા : પંચાયતી રાજ દિવસ : સરપંચો સાથેનું વીડિયો કોન્ફરન્સિંગ શરૂ, વડાપ્રધાન મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ લોન્ચ કર્યું,

0
16

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સરપંચો સાથેનું વીડિયો કોન્ફરન્સિંગ શરૂ થયું છે. મોદી પંચાયતી રાજ દિવસ (24 એપ્રિલ) પર દેશના તમામ સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યાં છે. મોદી પહેલા પંચાયતી રાજ દિવસના પ્રસંગે ઝાંસીમાં સરપંચોની સભાને સંબોધિત કરવાના હતા. જોકે હવે આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ કોરોના મહામારી અને લોકડાઉનનો સામનો કરી રહ્યો છે. ગુરુવારે મોદીએ પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને લખેલા પત્રમાં પંચ-સરપંચોને વીર યોદ્ધા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આપણે ધૌર્ય, અનુશાસન, સહયોગ અને સાવધાનીથી કોરોનાની મહામારીને હરાવીશું.

અપડેટ્સ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ લોન્ચ કર્યું
  • કોરોના સંકટનો સૌથી મોટો સંદેશ આત્મનિર્ભર થવું પડશેઃ મોદી
  • દેશ, રાજ્ય, જિલ્લા, ગામ દરેક સ્તરે આત્મનિર્ભર બનોઃ મોદી

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં જણાવ્યું કે આ દરમિયાન e-GramSwaraj પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે. તેની સાથે સ્વામિત્વ યોજન પણ લોન્ચ થશે, જેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસની કોશિશમાં ગતિ આવશે. ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસ મનાવાની શરૂઆત મનમોહન સિંહ સરકાર દરમિયાન 2010થી શરૂ થઈ હતી.

મોદીએ પંચાયતી રાજ મંત્રી તોમરને પત્ર લખ્યો

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પંચાયતી રાજ દિવસના અભિનંદન પાઠવતા મોદીએ લખ્યું કે જ્યારે કોરોનાની મહામારી સમગ્ર માનવતા સમક્ષ પડકાર બનીને ઉભી છે, એવામાં આપણે તમામ ભારતીયોએ તેનો એક થઈને સામનો કરી રહ્યાં છે. એવામાં પંચાયતી રાજ વ્યવસ્થાના સભ્યો વીર યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યાં છે. મહાત્મા ગાંધીનું માનવું હતું કે ભારતની આત્મા ગામડા છે. આપણી સરકાર આ વિચાર સાથે આગળ વધી રહી છે. તેમાં તેમણે પંચાયતી રાજ ક્ષેત્રોની ઘણી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here