પંચમહાલ જીલ્લાના 20 ગામના લોકો સંતરોડ પહોંચવા પાનમ નદી પસાર કરે છે

0
72

ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા તથા મોરવા હડફ તાલુકા અને દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાની સીમા વચ્ચે આવેલા ૨૦ ઉપરાંત ગામોના લોકો પોતાના રોજીંદા વ્યવહાર તેમજ વેપાર રોજગાર અને શિક્ષણ માટે પાનમ નદીના ધસમસતા પાણીમાંથી પસાર થવુ઼ પડે છે. મીરપ ગામ અને સંતરોડ ગામ વચ્ચેથી પસાર થતી પાનમ નદી ના પાણીને પાર કરીને ગ્રામજનોને જીવના જોખમે હાલ આવવું પડી રહ્યું છે .ગોધરા આવવા માટે અન્ય કોઈ જ રસ્તો ના હોવાને લઈને ના છૂટકે પાનમ નદીના ધસમસતા પાણીના પ્રવાહને પસાર કરીને જીવના જોખમે પોતાના કામ માટે અવરજવર કરવી પડી રહી છે. રસ્તાના અભાવે આ ગામોમાં બનતી આકસ્મિક આરોગ્યલક્ષી ઘટનાઓમાં પણ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભૂતકાળમાં પાનમ નદી પસાર કરતી વેળાએ તણાઈ જવાના પણ બનાવો બન્યા છે .

અનેક રજૂઆત કરી છે
મીરપ ગ્રામપંચાયતના સરપંચ જેસિંગ ડાયરાએ જણાવ્યું હતું કે પાનમ નદી સવાય અન્ય કોઇ રસ્તો ન હોવાથી સરકારને અનેક વખત પુલ બનાવાવ રજુઆત કરી છે. પાણીના પ્રવાહમાંથી પસાર થતાં અગાઉ પણ તણાઇ જવાના બના બનાવ બની ચુકયા છે. જેથી વહેલી તકે પુલ બને તેવી માંગ છે.

પુલનો એસ્ટિમેટ મોકલ્યો છે
કાર્યપાલક ઈજનેર સી એન રાઠવાએ જણાવ્યું હતું કે, રજૂઆતોના પગલે 2017થી પંચ.જિલ્લા પં.ના માર્ગ મકાન વિભાગે પુલ બનાવવાનું રૂ.૧૨.૫૦ કરોડનું એસ્ટીમેટ સરકારમાં મોકલી આપવામાં આવ્યું છે પરંતુ તે રજુઆતને પણ આજે ૨ વર્ષ જેટલો સમય વીતી જવા છતાંપણ રાજ્ય સરકાર દ્વારા પુલ બનાવવા અંગેની કોઈ જાણકારી આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here