Sunday, April 27, 2025
Homeપંચમહાલ : અભ્યાસ માટે જીવનું જોખમ ખેડતા વિદ્યાર્થીઓ, નદી પર પુલના...
Array

પંચમહાલ : અભ્યાસ માટે જીવનું જોખમ ખેડતા વિદ્યાર્થીઓ, નદી પર પુલના અભાવે થતો 20 કિમીનો ફેરો

- Advertisement -

કાલોલ: પંચમહાલ જિલ્લામાં ચોમાસાના સારા વરસાદને લઈ ડેમ ચેક ડેમ નદીઓમાં નવા નીર આવતા જ કાલોલ તાલુકાના અંતરિયાળગામમાં ચોમાસાના વરસાદને કારણે ભણવા માટે એક કાંઠેથી બીજા કાંઠે જવા વિદ્યાર્થીને જળપ્રવાહ ખેડી મોતના માર્ગે શાળાએ જવાનો વારો પરંતુ તંત્રની ઢીલી પકડને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

વિદ્યાર્થીઓએ નદીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે
કાલોલ તાલુકાના આંતરિયાળગામ એવા પરૂણા ગામમાં બે શાળાઓ આવેલી છે જેમાંની એક પરૂણા પ્રાથમિક શાળા તેમજ જીવન જ્યોત વિદ્યાલય આમ બંને શાળામાં આસપાસના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. પરૂણાની સામે કાંઠે આવેલુગામ કાશીયા ઘોડા તેમજ આગાશીની મુવાડી વચ્ચેથી ગોમા નદી પસાર થાય છે. પરુણાની સામે કાંઠે આવેલા બેથી ત્રણ ગામડાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા નદી પર પુલ ન હોવાના કારણે નદીમાંથી પસાર કરવી પડે છે.

વધુ વરસાદથી કિનારાના કોતરો ધરાશાયી થવાનો ભય
પરૂણાગામની બંને શાળાઓમાં લગભગ 70 થી 80 જેટલા બાળકો ચોમાસાની સીઝનમાં વરસાદના કારણે જળપ્રવાહ ખેડી ભણતર માટે મોતના માર્ગે સ્કૂલે જતા હોય છે. વધુ વરસાદ પડે તો બાળકોને નજીકના જ ધરામાં તણાઈ જવાના ડરથી સ્કુલે જઈ શકાતું નથી. પરૂણા અને સામે કાંઠે આવેલા વિદ્યાર્થીઓને નદી પસાર કર્યા પછી પણ નદીકાંઠાના કોતર નો ડર હોય છે. વધુ વરસાદમાં નદી કિનારા પરના કોતરો ધરાશાયી થાય તેવી શક્યતાઓ પણ છે. હાલ બાળકો જીવનના ઘડતર માટે ભણતર લેવા નદીના જળના પ્રવાહ ખેડી મોતના માર્ગે શાળાએ જતા હોય છે. બાળકો નદીના વહેતા પાણીને કારણે એકલ-દોકલ પણ શાળાએ જવાનું ટાળતા હોય છે.

બાળકોના ભણતર માટે સરકાર પુલ બનાવે: ગ્રામજનોની માંગ
નાના ભુલકા વિદ્યાર્થીઓને નજીકના ધરાનું પણ ધ્યાન રાખી જીવના જોખમે ભણવા જવું પડતું હોય છે. નાના ભૂલલા વિદ્યાર્થીઓને દફતર માથે રાખી તેમજ કપડાં ભીંજાય તેવી મુશ્કેલ પરિસ્થિતિ નો સામનો કરી શાળાએ જવું પડતું હોય છે. જોકે પોતાના બાળકોના જીવણ અને ભણતરના કારણે સરકારને પુલ બનાવવા રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના વાલી અને ગામનાસરપંચ દ્વારા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ ગાંધીનગર સુધી દોડવા છતાં હજુ કોઈ કાર્ય શરૂ થયું નથી.બાળકોના જીવનને અને ભણતરને ધ્યાને લઇ સરકાર સત્વરે યોગ્ય પગલાં લે તેવી તેમજ ગ્રામજનોની પુલ બનાવવાની માંગ ઊભી થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular