Monday, October 25, 2021
Homeપંચમહાલ બ્રેકિંગ : હાલોલ ગોધરા રોડ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિની ઘટના સ્થળે...
Array

પંચમહાલ બ્રેકિંગ : હાલોલ ગોધરા રોડ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિની ઘટના સ્થળે જ મોત

હાલોલ ગોધરા રોડ ઉપર અકસ્માતની એક ઘટના સામે આવી છે. હાલોલથી G.I.D.C.જવાના રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક અને બાઇક સવાર વચ્ચે સર્જાયો હતો.

આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી હતી.

પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિની ઘટના સ્થળે જ મોત થઇ હતી અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તાત્કાલીક સારવાર માટે 108માં નજીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments