Thursday, April 18, 2024
Homeપંચમહાલ : શહેરા મામલતદાર, નગર પાલિકા ચીફ ઓફિસરે વહેપારીઓ સાથે બેઠક કરી,...
Array

પંચમહાલ : શહેરા મામલતદાર, નગર પાલિકા ચીફ ઓફિસરે વહેપારીઓ સાથે બેઠક કરી, ત્રણ દિવસનો સપૂર્ણ બંધ

- Advertisement -

શહેરામાં કોરોનાનો કહેર વધતા વહીવટી તંત્ર ચિંતિત થયું છે. શહેરા મામલતદાર, નગર પાલિકા ચીફ ઓફિસરે વહેપારીઓ સાથે એક બેઠક કરી હતી. જેમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક ત્રણ દિવસ સપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોરોનાના કહેરને લઈને શનિવારી હાટ બજાર બંધ રાખવાનું નક્કી કરાયું છે.

બુધવાર, ગુરૂવાર, શુક્રવારના રોજ બજારો બંધ રહેશે. બાકીના દિવસોમાં  બજારો સવારે ૮થી સાંજના ૪ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. મામલતદાર મેહુલ ભરવાડ, ચીફ ઓફિસર અર્જુન પટેલ અને પી.આઈ એન.એમ.પ્રજાપતિની ઉપસ્થિતીમાં આ મિટીંગ યોજાઈ હતી. મહત્વનું છે કે, કોરોનાનો કહેર ઓછો થાય તે માટે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યુ છે.

 

રિપોર્ટર : શાહીન શેખ, CN24NEWSપંચમહાલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular