Thursday, October 21, 2021
Homeપંચમહાલ : એલસીબીએ રેડ કરતા રૂ ૭૬,૫૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Array

પંચમહાલ : એલસીબીએ રેડ કરતા રૂ ૭૬,૫૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

તસવીર : જિલ્લા એલ.સી.બી પોલીસે ડેરોલગામમાંથી ઝડપી પાડેલ વિદેશી દારૂનો જથ્થો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

પંચમહાલના જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે કલોલ તાલુકાના ડેરોલ ગામે રહેતા અનિલકુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોની વિદેશી દારૂનો જથ્થો મંગાવી, તેના ઘરમાં સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસે તેના ઘરે રેડ કરતા ઘર ખુલ્લું હતું, તદ્ઉપરાંત ઘરે કોઈ હાજર નહીં મળતા પોલીસે ઘરમાં તપાસ કરી. તાપસ દરમિયાન રૂમના ખૂણામાં ભારતીય અને વિદેશી દારૂની સફેદ અને કાળા કલરના પૂઠા વાળી પાંચ પેટી મળી આવી હતી. જેની ગણતરી કરતા સફેદ અને કાળા રંગની ૬૦ મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો સાથે રૂ ૭૬,૫૦૦નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે એલસીબી પોલીસ દ્વારા કલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર વિદેશી દારૂની બોટલો રાખવા અને વેચવા બદલ તથા ફરાર બુટલેગર અનિલકુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોની સામે પ્રોહિબેશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : સાહિર પઠાણ, CN24NEWSપંચમહાલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments