પંચમહાલ : કડાણાની સપાટી 15 દિવસમાં 4 ફૂટ ઘટી : પાનમમાં 1.5નો ઘટાડો

0
68

પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં દિવસભર વાંદળીયા વાતાવરણ વચ્ચે મેધરાજાની ગેરહાજરી રહી હતી. ગોધરા તથા હાલોલમાં ફકત 5 મી.મી વરસાદ નોધાયો હતો. જયારે કાલોલ, ઘોઘંબા, જા઼બુધોડા,મોરવા(હ) તથા શહેરા તાલુકા કોરા રહ્યા હતા. કડાણા જળાશયમાં છેલ્લા 15 દિવસમાં પાણીની આવક ન આવતાં ડેમની સપાટીમાં 4 ફુટ જેટલો ધટાડો નોધાયો છે. 15 દિવસ પહેલા કડાણા જળાશયની સપાટી 396 ફુટ હતી તે ધટીને 392 ફુટ થઇ હતી.જ્યારે પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળ સપાટીમા 35 સે . મી નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે દાહોદમાં 23 મીમી સાથે કુલ 319 મીમી તેમજ લીમખેડામાંં 21 મીમી સાથે કુલ 299 મીમી અને ગરબાડા ખાતે તા. 29ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં 12 મીમી સાથે કુલ 175 મીમી વરસાદ નોંધાયો હતો.

પાનમમાંથી સિંચાઈ માટે છોડાતું 750 ક્યુસેક પાણી
પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળ સપાટીમા 35 સે . મી નો ઘટાડો જોવા મળી રહયો છે. પંદર દિવસ પહેલા 14/7/19 એ જળાશય ની સપાટી 122.00મીટર હતી. જ્યારે સોમવારના રોજ જળાશયની સપાટી 121.65 મીટર જોવા મળી રહી હતી. વરસાદ જોઇએ તેટલો ન થતા જગતનો તાત ચિંતિત બન્યો હતો. જેને લઈને પાનમ સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમા હાલ જળાશય માથી 750 ક્યુસેક પાણી સિંચાઇ કેનાલમા ખેતી માટે છોડવામા આવી રહયુ છે. પંદર દિવસ દરમિયાન પાનમ ડેમમાં ચોમાસાની સીઝનમા નવી આવક જોઇએ તેટલી થઈ નથી. તેમ છતા સારો એવો પાણી નો જથ્થો હાલ છે. જેથી જો આગામી દિવસોમાં વરસાદ ન થાય તો પણ સિંચાઇ કેનાલ અને શહેરા નગર તેમજ 50 જેટલા ગામો ને પીવા માટે પાણી આપી શકે તેટલો જથ્થો હાલ ઉપલબ્ધ છે. પાનમ જળાશયમા પાણીનો જથ્થો હોવાથી સિંચાઇ કેનાલમા પાણી છોડવામાં આવતા પાવર હાઉસનાં બે યુનિટ માંથી એક યુનિટ શરૂ થતા દર કલાકે એક મેગા વોટ વીજળી ઉત્પન થઈ રહી છે.

દાહોદમાં ભારે વરસાદની આગાહી બાદ સોમવારે નસીબમાં માત્ર વાદળછાયું આભ જ સાંપડ્યું 
દાહોદમાં વરસાદ બદલે કોરા વાદળ સર્જાતા સોશિયલ મીડિયા ઉપર પણ આગાહી હાંસીપાત્ર બની હતી. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીના પરિણામે દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવાતા એન.ડી.આર.એફ.ની 30 વ્યક્તિઓની ટીમ પણ ખડકાઈ ચુકી છે. તેમ છતાંય ભારે તો ઠીક સહેજસાજ ઝાપટા સિવાય મોટો વરસાદ પણ નહીં નોંધાતા સોશિયલ મીડિયા ઉપર આ બાબત હાસ્યાસ્પદ બનવા પામી હતી. ‘દાહોદમાં વરસાદની હાલત એવી છે કે જાણે વાદળોને કબજિયાત થઈ હોય અને સરખો ખુલાસો ન થતો હોય! કોઈ વાદળોને ‘જેઠાલાલ સોડા’ પીવાડો યાર’ જેવા મેસેજો વહેતા થયા હતા.

દાહોદના કોરા વાદળોની સોનોગ્રાફી કરાવવા માટેના જોક વહેતા થયા હતા. દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે તા. 29-7-’19 ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં 12 મીમી સાથે કુલ 175 મીમી,ઝાલોદમાં 8 મીમી સાથે કુલ 190 મીમી, દેવગઢ બારિયામાં 3મીમી સાથે કુલ 173 મીમી, દાહોદમાં 23 મીમી સાથે કુલ 319 મીમી, ધાનપુરમાં 3 મીમી સાથે કુલ 129 મીમી, ફતેપુરામાં 1 મીમી સાથે કુલ 150 મીમી, લીમખેડામાં 21 મીમી સાથે કુલ 299 મીમી, જ્યારે કે સંજેલીમાં 5 મીમી સાથે 219 મીમી અને સીંગવડ ખાતે સોમવારે વરસાદ નોંધાયો ન હતો, જયાં કુલ 285 મીમી વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here