તાલાલા ગીર પંથકમાં 8 કલાકમાં ભૂકંપના 19 આંચકા આવતાં ગભરાટ, 1.4થી 3.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા

0
0

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને આસપાસના ગીર પંથકમાં ગત મધ્યરાત્રિથી આજે સવારે સુધીમાં ભૂકંપના 19 જેટલા જોરદાર આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે. 19 આંચકામાં સૌથી વઘુ 3.3 તીવ્રતાનો આંચકો મોડી રાત્રે 3: 53 વાગ્યે આવેલો અને તમામ ભૂકંપના આંચકાનું કેન્‍દ્રબિંદુ તાલાલા શહેરથી 12 કિમી દૂર નોર્થઇસ્‍ટમાં હોવાનું નોંધાયું છે. છેલ્‍લા અઠવાડિયાથી સતત તાલાલા અને ગીર પંથકની ધરા ધ્રૂજી રહી છે અને દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જેથી આ વિસ્‍તારમાં ભૂકંપની નવી ફોલ્‍ટલાઇન સક્રિય થઇ હોવાનું જાણકારોમાં ચર્ચાય રહ્યું છે.

મોડી રાત્રે 3 : 45 વાગ્યે 3.3ની તીવ્રતાનો જોરદાર આંચકો આવ્યો

રવિવારની મઘ્‍યરાત્રિથી સોમવારે સવાર સુધીમાં આવેલા 19 જેટલા ભૂકંપના આંચકામાં મોડી રાત્રે 3 : 45 વાગ્યે 3.3ની તીવ્રતાનો જોરદાર આંચકો આવ્યો હતો. ત્‍યાર બાદ 3.1થી લઇને 1.5 તીવ્રતાના જુદા-જુદા આંચકા આવ્‍યાનું નોંધાયું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી જિલ્લાના તાલાલા અને ગીર પંથકમાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય સાથે ગભરાટનો માહોલ પ્રસર્યો છે.

તાલાલામાં 8 કલાકમાં 19 આંચકા

રાત્રે 1:15 વાગ્યે 2ની તીવ્રતા
રાત્રે 1:42 વાગ્યે 1.7 તીવ્રતા
રાત્રે 3:11 વાગ્યે 2.2 તીવ્રતા
રાત્રે 3:46 વાગ્યે 3.3 તીવ્રતા
રાત્રે 3:55 વાગ્યે 3.2 તીવ્રતા
રાત્રે 3:56 વાગ્યે 3.1 તીવ્રતા
રાત્રે 3:58 વાગ્યે 1.8 તીવ્રતા
સવારે 4:7 વાગ્યે 2.4 તીવ્રતા
સવારે 4:44 વાગ્યે 2.9 તીવ્રતા
સવારે 5:26 વાગ્યે 2 તીવ્રતા
સવારે 5:27 વાગ્યે 3.1 તીવ્રતા
સવારે 5:28 વાગ્યે 2.5 તીવ્રતા
સવારે 5:35 વાગ્યે 1.8 તીવ્રતા
સવારે 5:40 વાગ્યે 1.4 તીવ્રતા
સવારે 6:09 વાગ્યે 2 તીવ્રતા
સવારે 7:34 વાગ્યે 3.1 તીવ્રતા
સવારે 8:06 વાગ્યે 1.9 તીવ્રતા
સવારે 8:12 વાગ્યે 2.1 તીવ્રતા
સવારે 9: 26 વાગ્યે 3.2 તીવ્રતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here