પ્રવાસીઓમાં ગભરાટ : દુબઇથી મુંબઇ આવી રહેલા વિમાનમાં બોમ્બ હોવાની અફવા

0
0

દુબઇથી મુંબઇ આવી રહેલા વિમાનમાં આરડીએક્સ હોવાની ધમકીભર્યા ફોનથી પ્રવાસીઓમાં ગભરાટ ફેલાય ગયો હતો. એરપોર્ટ પર સંપૂર્ણ વિમાન અને પ્રવાસીઓની તપાસણી કરાતા બોમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે દુબઇથી મુંબઇ મુંબઇ આવી રહેલા વિમાનમાં આરડીએક્સ હોવાનો ધમકીભર્યો  ફોન દુબઇ એરપોર્ટ કેન્ટ્રોલ રૂમમાં આવ્યો છે. આની તાત્કાલિક મુંબઇમં માહિતી આપવામાં આવી હતી. મુંબઇ આંતરરાષ્ટ્રીય  એરપોર્ટ પર વિમાન આવ્યુ ત્યારે સીઆઇએસએફના જવાનોએ બોમ્બની શોધખોળ શરૂ કરી હતી. પણ તેમને વિસ્ફોટક મળ્યો નહોતા. આમ ફોન પર મળેલી ધમકી અફવા સાબિત થઇ હતી. હવે ધમકીભર્યો ફોન કરનારને પકડવા ચક્રોગતિમાન કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here