- Advertisement -
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર નેહરુ ભવન સામેની ગલીમાં ગેસની લાઈન લીકેજ થતા તેની દુર્ગંધથી જાણ થતા જ સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. દુર્ઘટનાની જાણ કરવા છતાં ફાયર બ્રિગેડ કે પછી ગેસ વિભાગનો સ્ટાફ તાબડતોબ નહીં પહોંચતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજમહેલ રોડ પર નેહરુ ભવનની સામે આવેલી ગલીમાં અચાનક ગેસ લીકેજ થવો શરૂ થયો હતો. ભારે દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહીશોને દુર્ઘટનાની જાણ થઈ હતી. પરંતુ ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગને જાણ કરી હતી પરંતુ કોઈ વિભાગના અધિકારી જવાબદારી લેવા તૈયાર ન હતા અને એકબીજાને ફોન કરવા માટે ખો આપ્યા કરતા હતા. પરિણામે સ્થાનિકોમાં વારે રોષ ફેલાયો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે ગેસ લીકેજ ની કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો આવા સમયે જવાબદારી કોની એ અંગે રોષ વ્યક્ત કરી રહ્યા છે.