સુરત : પરીક્ષા પહેલા પેપર વાયરલ..! વોટ્સએપ પર થયું ફરતું

0
7

રાજ્યમાં ફરી એકવાર પરિક્ષા પહેલા પેપર વાયરલ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. M.COMનું એકાઉન્ટનું પેપર ફૂટી ગયું છે, જે વોટ્સએપ પર ફરતું થયું છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં MComની પરીક્ષાનું પેપર ફરતું થયું હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષા પહેલા જ એકાઉન્ટનું પેપર ફરતું થતા ભારે વિવાદ સર્જાયો હતો.

રાજ્યમાં અવાર નવાર પેપર ફૂટવાના અનેક અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે સુરતમાં વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થતાં ખળભળાટ મચી ગયો છે. પરીક્ષા પહેલા જ પેપર ફરતું થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઓફલાઇન યોજાયેલી પરીક્ષામાં વાયરલ થયેલ પેપરની કોપી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

વોટ્સએપમાં ધંધુકાના નામે વાયરલ થયેલ પેપરના સિલેબશ અને દાખલા પૂછવામાં આવ્યા છે. યુનિવર્સિટીએ માર્ચ મહિનામાં જ પરીક્ષા પેપર તૈયાર કર્યા હતા. પેપર સેટરે કોપી પેસ્ટ કરી વેઠ ઉતારી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here