પરમબીરસિંહે ADGની તપાસમાં સાક્ષીઓને ધમકી આપી, DGPએ પુણેમાં કેસ નોંધાવવાથી અટકાવ્યા

0
5

મહારાષ્ટ્રના સૌથી સિનિયર IPS અધિકારી સંજય પાંડેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે જેમને મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવેલ પરમબીરસિંહે ADG દેવેન ભારતી સામેની તપાસમાં સાક્ષીઓને ધમકી આપી છે. એડિશનલ સેક્રેટરીએ પણ આ જ ADGના કેસમાં તપાસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. પત્રમાં તેમણે વ્યવસ્થિત રીતે જણાવ્યુ છે કે મુંબઈની પોલીસ કેવી રીતે કામ કરી રહી છે સચિવો પણ તેમાં કેવી અવરોધ કરી રહ્યા છે.

ગુપ્ત તપાસની જવાબદારી સોંપવામાં આવી

1986ની બેચના અધિકારી પાંડેએ એમ પણ લખ્યું છે કે હાલના વર્ષોમાં તેમને કેટલીક ગુપ્ત તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ પડકારો છતાં તેમણે તે પૂર્ણ કરી. શરદ પવારે સહિત અન્ય ઘણા અધિકારીઓએ પણ તેની પ્રશંસા કરી હતી. સ્વયં ગૃહમંત્રીએ જાતે (અનિલ દેશમુખ) એડીશનલ પોલીસ મહાનિર્દેશક (ADG) દેવેન ભારતી સામે કેટલીક ફરિયાદોની તપાસની ફાઇલ મને સુપરત કરી હતી. જ્યારે મેં રિપોર્ટ રજૂ કર્યો ત્યારે તેની પ્રશંસા આપે (મુખ્યમંત્રી) પણ કરી હતી. ત્યાં સુધી કે શરદ પવારે પણ મને કહ્યું હતું કે મે પોતે તમારી પ્રશંસા કરી છે.

પોલીસ કમિશનર અને એડીજી કચેરીએ તપાસમાં અડચણો ઉભી કરી

પાંડેએ વધુમાં લખ્યું છે કે કેવી રીતે પોલીસ કમિશનર અને ADGની ઓફિસે દેવેન ભારતી વિરુદ્ધ ફરિયાદની તપાસમાં અવરોધો ઉભા કર્યા. પરમબીરસિંહે સાક્ષીઓને ધમકી આપી હતી અને સરકાર સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી હતી. બાદમાં, ત્યારના ચીફ સેક્રેટરી સંજય કુમારના આદેશથી તપાસ અધવચ્ચે અટકાવવામાં આવી હતી, જે બાબતે મેં પણ તમારી સાથે મીટિંગમાં શેર કરી હતી.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો મોટો આરોપ- મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વઝે પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા માગ્યા હતા

પુણેમાં ડીજીપીએ તપાસ અટકાવી હતી

બીજા એક કેસનો હવાલો આપીને પાંડેએ લખ્યું છે કે જ્યારે ડીજી સુબોધ જાયસ્વાલ ફિનોલેક્સ કેસમાં પિંપરી-ચિંચવાડમાં કેસ દાખલ કરી રહ્યા ન હતા, ત્યારે મને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે મે તપાસ આગળ વધારી તો જાયસ્વાલે મને કહ્યું કે હું તો પોલીસ અધિકારી જ નથી. મારી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ સને સુધી જોઇન્ટ સીપી રહ્યા દેવેન ભારતી

તમને જણાવી દઈએ કે મુંબઈના કાયદો અને વ્યવસ્થા (લો એન્ડ ઓર્ડર)ના સંયુક્ત પોલીસ કમિશ્નર (જોઇન્ટ સીપી) દેવેન ભારતી સૌથી લાંબા સમય સુધી રહ્યા છે. ભારતી, 1994ની બેચના આઈપીએસ અધિકારી એપ્રિલ 2015થી 15 મે 2019 સુધી આ પદ રહ્યા છે. ત્યારબાદ તેમને એટીએસ ચીફ બનાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેમને ADG પોસ્ટ પર મોકલી દેવાયા હતા. સામાન્ય રીતે કોઈ અધિકારીને 2 વર્ષથી વધુ સમય આ પદ પર રાખવામા આવેલ નથી.

સૌથી સિનિયર આઇપીએસ અધિકારી સંજય પાંડેએ પોતાની નારાજગી જે શબ્દોમાં વ્યક્ત કરી છે અને તેમણે જે સંવેદના મુખ્ય પ્ધાનને લખેલા પત્રમાં વ્યક્ત કરી છે તે દર્શાવે છે કે જે પોલીસ અધિકારીઓના ખભા પર, સામાન્ય લોકોને ન્યાય અપાવવાની જવાબદારી હોય છે, તેઓ પોતે રાજકારણની સિસ્ટમની સામે કેટલા લાચાર હોય છે.

જુનિયર અધિકારીઓને મળતી રહી મલાઇદાર પોસ્ટ

પાંડેએ પોતાના 4 પાનાના પત્રમાં વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે કેવી રીતે તેમની સિનિયોરિટીને નિશાન બનાવીને તેમનાથી જુનિયર અધિકારીઓને ક્રીમ પોસ્ટ્સ આપીને વારંવાર તેમને નારાજ જ ન કરવામાં આવ્યા હતા પરંતુ પ્રકાશસિંહ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલ નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું હતું અને તેમને નોન કેડર પદ આપવામાં આવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેની પાસે ભૂલ સુધારવાની તક હતી

મુખ્યમંત્રીને સંબોધન કરતાં તેમણે લખ્યું કે તેમની (ઉદ્ધવ ઠાકરે) પાસે આ ભૂલ સુધારવાની તક હતી, પરંતુ તેની જગ્યાએ તેમણે ફરીથી એ જ ભૂલ પુનરાવર્તિત કરી, જેથી તેમની કારકીર્દિ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પાંડેએ લખ્યું છે કે રાજ્યના સૌથી સિનિયર આઇપીએસ અધિકારી હોવા છતાં, તેઓને પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડનો સભ્ય પણ બનાવવામાં આવ્યા નથી. તે મારા માટે કેટલું દુખદાયક છે કે મારા ટ્રાન્સફર અને પોસ્ટિંગ અંગેની ચર્ચા અને નિર્ણય જુનિયર અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહ્યાં છે.

કાનપુરની આઈઆઈટીના વિદ્યાર્થી રહ્યા છે પાંડે

સંજય પાંડે કાનપુર આઈઆઈટીના વિદ્યાર્થી રહ્યા છે. તેમણે 1993માં ધારાવીમાં થયેલા મુંબઈ રમખાણોમાં તત્કાલીન ભાજપ નેતા ગોપીનાથ મુંડેની ધરપકડ કરી હતી. જો કે, વર્ષ 2000 માં જ્યારે પાંડે ઇઓડબલ્યુમાં ડીસીપી હતા, ત્યારે મુંડે તે સમયે રાજ્યના ગૃહપ્રધાન હતા. જ્યારે પાંડેએ ચામડાના કૌભાંડ અંગે તપાસ શરૂ કરી ત્યારે તેમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. પાંડેએ તે સમયે પોલીસ સેવામાંથી રાજીનામું પણ આપી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here