Wednesday, October 20, 2021
Homeગુજરાતપારડી : પોલીસે રૂપિયા 48 હજારનો દારૂનો જથ્થો કર્યો જપ્ત

પારડી : પોલીસે રૂપિયા 48 હજારનો દારૂનો જથ્થો કર્યો જપ્ત

 

તહેવારો આવતા જ બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, પોલીસ દ્વારા બુટલેગરોના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામે દમણથી નદીના પ્રવાહમાં તરીને કેટલાક ખેપીયા દારૂનો જથ્થો લાવી રહ્યા હોવાની બાતમીના આધારે એલ.સી.બી.એ નદી કિનારે પહોંચી વોચ ગોઠવી રૂપિયા 48 હજારનો દારૂ જપ્ત કર્યો હતો. જોકે, બુટલેગરો ફરાર થયા હતા.

પારડીના કોલક ગામે દમણથી કેટલાક ખેપીયા દારૂનો જથ્થો લાવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન દારૂનો જથ્થો લઈને તરતા તરતા આવી પહોંચેલા ત્રણ ખેપીયાને પોલીસ પકડવા દોડી હતી. પરંતુ આ ખેપીયા દારૂનો જથ્થો કિનારે છોડી ફરી નદીમાં ઝંપલાવી દમણ તરફ નાસી છૂટ્યાં હતા. જોકે, પોલીસે 48 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, કોલક બારીયાવાડામાં સાગર ઉર્ફે લલકી હળપતિ, લાલી હળપતિ તેમજ આયુશ હળપતિ કોલક ખાડીના પાણી વાટે દમણથી દારૂનો જથ્થો કોલક ગામે લાવી રહ્યા છે. જેથી એલસીબીની ટીમ કોલક નદીના કિનારે રાત્રીના અંધારે વોચ ગોઠવી ઉભી હતી. આ દરમિયાન નદીમાં તરતા તરતા દારૂનો જથ્થો લઈ ત્રણ ઈસમો નદી કિનારે દારૂ મુકતા એલસીબીની ટીમ દોડીને તેમને પકડવા જતા આ ત્રણેય પોલીસને જોઈ દારૂનો જથ્થો કિનારે જ છોડી નદીના પાણીમાં પાછા ઝંપલાવી દમણ તરફ નાસી છૂટયા હતાં. જોકે, પોલીસે 354 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રૂપિયા 48,600ના મૂલ્યનો જથ્થો જપ્ત કરી ત્રણેય સામે પારડી પોલીસ મથકે પ્રોહિ એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments