સુરત : SD જૈન સ્કૂલે ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલ ડ્રેસમાં DEO કચેરીએ દેખાવો કર્યા

0
7

વેસુ ખાતે આવેલી એસડી જૈન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકાતા રોષ ફેલાયો છે. એફઆરસી મુજબની ફી વાલીઓએ ચૂકવી હોવા છતાં એમડી જૈન સ્કૂલે બાળકોને ઓનલાઇન ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવતા હોવાની ફરિયાદ સાથે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલ ડ્રેસમાં DEO કચેરી બહાર દેખાવો કરી ન્યાયની અપીલ કરી હતી. સાથે સાથે એફઆરસી કરતા પણ વધુ ફી ભરવા માટે શાળા સંચાલકો દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું. વાલીઓએ DEOને આવેદનપત્ર આપી તાત્કાલિક આ બાબતે શાળા સામે પગલાં ભરી બાળકોના ભાવિ સામે ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.

સ્કૂલ તરફથી પુરેપુરી ફીની માંગણી

વાલીઓએ જણાવ્યું હતું કે, અમારા બાળકો સુરતની એસડી જૈન સ્કૂલ ( વેસુ )માં અભ્યાસ કરે છે તેમજ આ સ્કૂલમાં તમામ વર્ષની (2017-18, 2018-19 અને 2019-20) એફઆરસીએ નિર્ધારિત કરેલ ફી કરતા પણ વધારે ફી ભરપાઈ કરી હોવા છતાં સ્કૂલ તરફથી પુરેપુરી ફીની માંગણી કરવામાં આવે છે. સ્કૂલ દાવારા કહેવામાં આવે છે કે, એફઆરસી નિર્ધારિત ફી માન્ય રાખી નથી.

પરીક્ષા સમયે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું

વધુમાં ઉમેર્યું હતું કે, બાળકોને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી પુરેપુરી ફી ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. હાલ પ્રવર્તમાન કોરોના વાઇરસની બીમારીની પરિસ્થિતિમાં શાળાઓ સદંતર બંધ છે તેમ છતાં શાળા તરફથી પુરી ફીની માંગણી કરવામાં આવી રહી છે. 17-8-2020થી અમારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાયું છે. વિદ્યાર્થીઓની 08-08-2020થી પરીક્ષા શરૂ કરી દેવામાં આવી છે . આવતા અઠવાડિયાથી પ્રાઈમરી અને સેકન્ડરી ક્લાસની અર્ધ વાર્ષિક પરીક્ષા શરૂ થાય છે. જેમાં મહત્વપૂણ ધોરણ 9 અને 10 નો અભ્યાસ કે જેના પર બાળકોના ભણતરનું ભવિષ્ય નિર્ધારિત હોય છે. આવા સજોગોમાં મહત્વપુર્ણ તબ્બકે ક્લાસ બંધ કરીને માનસિક મનોબળ તોડી ભવિષ્ય જોખમાઈ રહ્યું છે.

બાળકો સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા અને શિક્ષાત્મક પગલા લેવા માંગ કરી છે
(બાળકો સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા અને શિક્ષાત્મક પગલા લેવા માંગ કરી છે)

 

શિક્ષાત્મક પગલાં ભરવા માંગ

વધુમાં જણાવ્યું હતું કે, હાલની સરકાર DEO તમામ હક આપેલ હોવા છતાં નિયમનું ઉલ્લંઘન કરનાર સ્કૂલ સમક્ષ શા માટે કોઈ કાયદેસર પગલા ભરાઈ રહ્યા નથી એનો ખુલાસો આપવા વાલીઓએ માંગ કરી છે. જો આ બાબતે સજાગ હોવ તો બાળકોના હિતમાં જરૂરી એવા કડક પગલા ભરવા માગ કરી છે. વાલીઓએ કહ્યું હતું કે, અમારી માંગણી છે કે શાળા તરફથી એફઆરસી મુજબની ફી લેવામાં આવે અને અમારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવામાં આવે. આ સાથે એફઆરસીના નિયમનું પાલન નહીં કરતી SD જૈન સ્કૂલ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here