રાજકોટ : મોદી સ્કૂલ સામે વાલીઓ મેદાને આવ્યા, ફી માગણીને લઈને NSUIનો વિરોધ, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

0
7

રાજકોટની મોદી સ્કૂલ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણને લઈને ફીની સતત માગણી કરાતી હોવાનો આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે. આથી વાલીઓ આજે મોદી સ્કૂલના વિરોધમાં મેદાને આવ્યા હતા. આજે મોદી સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ, NSUIના હોદ્દેદારો અને કાર્યકરો એકત્ર થયા હતા અને ઓનલાઈન શિક્ષણનો વિરોધ કર્યો હતો. વાલીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ બંધ કરો બાળકોને અભ્યાસ ફાવતો નથી. વિરોધના પગલે તાલુકા પોલીસ દોડી આવી હતી અને NSUIના કાર્યકરો અને હોદ્દેદારોની અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા NSUIના હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી
(પોલીસ દ્વારા NSUIના હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી)

 

300થી વધુ વાલીઓએ સહીવાળુ આવેદનપત્ર તૈયાર કરી સ્કૂલને આપ્યું

300થી વધુ વાલીઓએ પોતાની સહીવાળુ આવેદનપત્ર તૈયાર કર્યું હતું. જેમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરો અમારા સંતાનોને અભ્યાસ ફાવતો નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ બહાર એકત્ર થતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાળા દ્વારા ધમકાવવામાં આવતા હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો હતો. વાલીઓએ અને NSUIએ શાળા વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

300થી વધુ વાલીઓએ સ્કૂલને પોતાની સહી સાથે આપેલું આવેદનપત્ર
(300થી વધુ વાલીઓએ સ્કૂલને પોતાની સહી સાથે આપેલું આવેદનપત્ર)

 

શાળાનો ઓડિયો વાઈરલ

શાળા દ્વારા એક ઓડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓએ વહેલી તકે ફી ભરી જવી. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવવાનો ઇન્કાર કરી રહ્યા છે, નેટની સમસ્યાઓ હોય તો તેવા વાલીઓએ શાળામાં અરજી આપવાની રહેશે. આ ઓડિયો ક્લિપ વાલીઓને મોકલવામાં આવી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આથી આજે 272 વાલીઓ પોતાની અરજી સાથે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને પોતાના સંતાનોને ઓનલાઈન અભ્યાસ ન કરવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.

વાલીઓ અને સ્કૂલના સત્તાધીશો વચ્ચે રકઝક થઈ

વાલીઓ પોતાના આવેદનપત્ર સાથે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. આ સમયે સ્કૂલના સત્તાધીશો અને વાલીઓ વચ્ચે રકઝક પણ થઇ હતી. તેમજ NSUIના હોદ્દેદારો વચ્ચે પણ રકઝક થઈ હતી. જો કે પહેલેથી જ તાલુકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી વિરોધ કરતા જ NSUIના કાર્યકરો અને હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે NSUI અને તમામ વાલીઓ મોદી સ્કૂલ ખાતે રજુઆત કરવા પહોંચ્યા ત્યારે પ્રેસ મીડિયા અને પોલીસની હાજરીમા સ્કૂલના સ્ટાફ દ્રારા વાલીઓના નામ લખવાનું ચાલુ કરવાથી વાલીઓ બીચક્યા હતા. મોદી સ્કૂલ દ્વારા આવી રીતે વાલીઓને વ્હોટસએપમા ઓડીયો રેકોર્ડિંગ દ્વારા સ્કૂલ વિરુદ્ધ રજુઆત કે સુત્રોચ્ચાર કરશે તો વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની ધમકીઓ આપી છે.

NSUIએ મોદી સ્કૂલ બહાર સુત્રોચ્ચાર કર્યા હતા
(SUIએ મોદી સ્કૂલ બહાર સુત્રોચ્ચાર કર્યા હતા)

 

યોગ્ય નિરાકરણ કરાશે નહીં તો NSUI ઉગ્ર આંદોલન કરશે

વાલીઓએ અનેક વખત રજુઆતો કરી છતાં એકબીજાને ખો આપી વાલીઓ મુર્ખ બનાવી દેતા હોવાનો તેમજ ભુતકાળમાં રજુઆત કરવા સમયે સ્કૂલે તાળુ મારીને ભાગ્યાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. તમામ વાલીઓએ ઓનલાઈન શિક્ષણ પોતાના બાળકને નથી જોતું તેવુ લેખિત બાહેંધરીપત્રમા 300થી વધુ વાલીઓએ એક સાથે સહી સાથે સ્કૂલના પ્રિન્સિપાલને રજુઆત સાથે આપ્યું હતું. આજે NSUIના આગેવાનોએ વાલીઓના સમર્થનમાં રજુઆત કરી હતી અને વાલીઓ દરેક પ્રશ્રને તાત્કાલિક નિરાકરણ માટે સ્કૂલના પ્રિન્સિપાલને ઉગ્ર રજુઆત કરી હતી. જો આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો NSUI ઉગ્ર આંદોલન મોદી સ્કૂલ વિરુદ્ધ કરશે.

વાલીઓ પોતાના બાળકને એક વર્ષ ડ્રોપ લેવા તૈયાર

તમામ વાલીઓની મુખ્ય માંગ એ જ છે કે વાલીઓને વિશ્વાસમાં લીધા વગર ઓનલાઈન શિક્ષણ ચાલુ કેમ કરવામા આવ્યું? જ્યારે ફીનો મામલો હાઈકોર્ટમાં પેડિંગ છે તો ફી માટે વાલીઓને રૂબરૂ બોલાવીને કેમ દબાણ કરવામા આવે છે? વાસ્તવિક શિક્ષણ ચાલુ થશે ત્યારે તમામ વાલીઓ પોતાના બાળકને ફીના ચેક સાથે સ્કૂલમાં પ્રવેશ કરશે તેવી ખાતરી પણ વાલીઓએ આપી હ.તી પંરતુ ઓનલાઈન શિક્ષણમા પોતાનુ બાળક એક ટકા પણ અભ્યાસ ના કરતો હોવાથી તેઓ કોઈ પણ પ્રકારની ફી નહી ભરે. તમામ વાલીઓ પોતાના બાળકને એક વર્ષ ડ્રોપ લેવા તૈયારી છે પંરતુ ઓનલાઈન શિક્ષણના નામે ફી નહીં ભરે તેવો એક સૂર દર્શાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here